gujarat rain/ ગુજરાતમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તેના પગલે એનડીઆરએફની ટીમને પણ સાબદી કરી દેવામાં આવી છે. આગામી સાત દિવસમાં રાજ્યના બીજા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ તથા છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Top Stories Gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ભારે Gujarat rain વરસાદની આગાહી છે. તેના પગલે એનડીઆરએફની ટીમને પણ સાબદી કરી દેવામાં આવી છે. આગામી સાત દિવસમાં રાજ્યના બીજા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ તથા છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલમાં ચાલતા ચોમાસામાં રાજ્યના 45 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 101 તાલુકામાં 20થી 39 ઇંચ વરસાદ વરસ્યો છે. 98 તાલુકામાં દસથી 20 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાત તાલુકામાં પાંચથી દસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.
મૂશળધાર વરસાદના પગલે કચ્છ-સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળ Gujarat rain જેવી સ્થિતિ છે. કપાસ, સોયાબીન, મગફળી, મકાઈ સહિતના પાકો ધોવાતા ખેડૂતોને મોટાપા પર આર્થિક ફટકો પડ્યો હોવાનું મનાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 67, Gujarat rain ઉત્તર ગુજરાતમાં 65 તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 63 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
સારા વરસાદથી રાજ્યના 206 પૈકી 125 જળાશયો હાઈએલર્ટ પર છે, એલર્ટ 20 એલર્ટ પર છે , તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 81 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણી ભરાયા છે. રાજ્યના 207 પૈકી 61 જળાશયો ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના 46, કચ્છના 10, તો દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના બે જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. રાજ્યના 206 જળાશયોમાં 67.87 ટકા જળસંગ્રહ થયો છે.
છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની Gujarat rain જળસપાટીમાં 17 સેન્ટીમીટરનો વધારો થયો છે. 33 હજાર 384 ક્યુસેક પાણીની આવક સાથે સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 129.97 મીટર પર પહોંચી છે. ડેમમાંથી હાલ પાંચ હજાર 244 ક્યુસેક પાણીની જાવક છે. ડેમમાં હાલ 72.84 ટકા જળસંગ્રહ છે.
દાહોદ જિલ્લામાં સિંગવડ, રડિયાતી, છાપરી, જેકોટ, રાબડાલ, ઉસરવાણ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હતો. જિલ્લામાં સુધીમાં સિઝનનો 41 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મહેસાણામાં વરસાદના કારણે પાણીની આવક થતાં ધરોઈ ડેમમાંથી બે દરવાજા ખોલી 9 હજાર ક્યૂસેક પાણી છોડાયુ હતું. સાબરમતી નદીનું લેવલ જાળવી રાખવા વાસણા બેરેજના પણ દરવાજા ખોલાયા છે.

 

આ પણ વાંચોઃ Jaipur Express Firing/ જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગ, ASI સહિત 4ના મોત, ફાયરિંગ કરનાર RPF કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચોઃ Surat Accident/ સુરતના કાપોદ્રામાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, કાર ચાલકે પાંચ લોકોને લીધા અડફેટે

આ પણ વાંચોઃ Hockey/ ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલમાં સ્પેનને 3-0થી હરાવીને સ્પેનિશ હોકી ફેડરેશન ટૂર્નામેન્ટ જીતી

આ પણ વાંચોઃ નિવેદન/ કેન્દ્રીય મંત્રીએ રામદાસ આઠવલેએ આપ્યું મોટું નિવેદન,નીતિશ કુમાર NDAમાં પરત ફરી શકે છે!

આ પણ વાંચોઃ OCA Election/ IOCએ લીધો મોટો નિર્ણય, OCAના કાર્યકારી પ્રમુખ રણધીર જ રહેશે