surat accident/ સુરતના કાપોદ્રામાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, કાર ચાલકે પાંચ લોકોને લીધા અડફેટે

સાજન પટેલ નામના કાર ચાલકે પાંચ લોકોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલકને મેથીપાક આપ્યો હતો. સુરતના કાપોદ્રામાં સ્નેહા મુદ્રા સોસાયટી પાસે અકસ્માત સર્જાયો હતો. બેદરકાર કાર ચાલકે 3-4 બાઇક સવારોને ટક્કર મારી હતી.

Top Stories Gujarat Surat
Incident like ISKCON Bridge in Surat's Kapodra, car driver rammed five people

રાજ્યમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં ઈસ્કોન અકસ્માતમાં નબીરાના કારણે 9 લોકોના મોત નિપજ્યા હતા. આવી જ વધુ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. આ વખતે આ અકસ્માત કાપોદ્રા વિસ્તારમાં બન્યો છે, જેમાં ચાર રસ્તા પાસે પાંચ લોકોના મોત થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સાજન પટેલ નામના કાર ચાલકે પાંચ લોકોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલકને મેથીપાક આપ્યો હતો. સુરતના કાપોદ્રામાં સ્નેહા મુદ્રા સોસાયટી પાસે અકસ્માત સર્જાયો હતો. બેદરકાર કાર ચાલકે 3-4 બાઇક સવારોને ટક્કર મારી હતી.

 આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસે કાર ચાલક સાજન પટેલની અટકાયત કરી છે. આરોપી વાહન ખરીદ-વેચાણનો ધંધો કરતો હોવાનું માહિતીમાં બહાર આવ્યું છે.

કાર ચાલકે બાઇક સવારોને 20 ફૂટ દૂર ફેંકી દીધા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખુલી હતી. કાર અકસ્માત સ્થળથી 25 ફૂટ દૂર થંભી ગઈ હતી. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ કાર ચાલકને પણ કારમાંથી બહાર કાઢી માર માર્યો હતો.

આ ઉપરાંત જો વાત કરીએ તો આજના યુવાનો માટે સોશિયલ મીડિયા ખુબ જ મહત્વ નું બની ગયું છે. તેની સાથે કનેક્ટ રહેવાનું તેમને ખુબ જ ગમે છે. આ માટે યુવાનો રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા રહે છે અને આ વચ્ચે તેઓ ક્યારે પોતાનો જીવ જોખમમાં મુકી દે છે તેનું પણ ભાન રેહતું નથી. ઉપરાંત આવા વીડિયો બનાવીને યુવાનો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે.

સાથે જ હવે પોલીસ પણ એટલી સતર્ક બની છે, આવા યુવકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ સાથે જ સુરતમાં વધુ બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે, જેમણે જીવ જોખમમાં મુકીને બાઇક પર સ્ટંટ કરીને વીડિયો બનાવ્યો હતો. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં બે યુવકોએ બાઇક પર ઉભા રહીને જીવલેણ સ્ટંટ કર્યો હતો. વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:હિટ એન્ડ રન/નબીરાઓનું જૂનાગઢ…..ધુમ સ્ટાઇલે કાર ચલાવી મહિલાને અડફેટે લીધી

આ પણ વાંચો:સ્મરણ શક્તિ/હિંમતનગરનો મંત્ર પટેલ બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી,તમે નથી સાંભળી, તો બધા કામ બાજુ પર મુકી પહેલા સાંભળી લેજો

આ પણ વાંચો:જોખમી મુસાફરી/છોટાઉદેપુરમાં બ્રિજની હાલત કફોડી, વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી થવુ પડે છે પસાર