Not Set/ મોબ લિંચિંગ પર નસરુદ્દીન શાહે આપી પ્રતિક્રિયા, દેશમાં લોકોની હત્યાઓથી વધુ મહત્વ ગાયની મોતને મળી રહ્યુ છે

દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓથી જનતામાં એક ભયનો માહોલ બની રહ્યો છે. જ્યા કોઇ ભીડ અચાનક આવે છે અને કોઇ એક શખ્સ કે કમજોરને પોતાનો શિકાર બનાવે છે. આ વિશે બોલિવુડનાં જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહે પ્રતિક્રિયા આપી છે. પોતાની દમદાર એક્ટિંગ, તીખા બોલ અને બેબાક અંદાજનાં કારણે તે લોકો વચ્ચે જાણીતા બન્યા છે. તાજેતરમાં […]

Top Stories India
Naseeruddin Shah મોબ લિંચિંગ પર નસરુદ્દીન શાહે આપી પ્રતિક્રિયા, દેશમાં લોકોની હત્યાઓથી વધુ મહત્વ ગાયની મોતને મળી રહ્યુ છે

દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓથી જનતામાં એક ભયનો માહોલ બની રહ્યો છે. જ્યા કોઇ ભીડ અચાનક આવે છે અને કોઇ એક શખ્સ કે કમજોરને પોતાનો શિકાર બનાવે છે. આ વિશે બોલિવુડનાં જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહે પ્રતિક્રિયા આપી છે. પોતાની દમદાર એક્ટિંગ, તીખા બોલ અને બેબાક અંદાજનાં કારણે તે લોકો વચ્ચે જાણીતા બન્યા છે. તાજેતરમાં જે તેઓ મોબ લિંચિંગ પર નિવેદન આપતા નજરે આવ્યા હતા. જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.

બોલિવુડ એક્ટર નસીરુદ્દીન શાહે રવિવારનાં રોજ મોબ લિંચિંગમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોની સાથે મુલાકાત કરી. જ્યા તેમણે મુંબઈનાં દાદરમાં આયોજીત રાષ્ટ્રીય સમારોહમાં પોતાના હ્રદયની વાત લોકોની સસાથે શેર કરી. નસીરુદ્દીન શાહે કહ્યુ કે, મોબ લિંચિંગનો શિકાર બનેલા લોકો અને તેમના પરિવારોને ઘણુ ભોગવવુ પડ્યુ છે. વધુમાં તેમણે કહ્યુ કે, હુ પીડિત પરિવારને મળીને ખુશીનો અનુભવ કરી રહ્યો છુ અને હુ તેમના સાહસને સલામ કરુ છુ. આ લોકો તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે. આપણે પોતાના જીવનમાં તેનું 2 ટકા પણ સહન નથી કરતા.

નસીરુદ્દીન શાહે કહ્યુ, થોડા સમયે પહેલા અમુક લોકોએ મને ગદ્દાર કહ્યો, અમુક લોકેએ મને પાકિસતાન ચાલ્યા જવા કહ્યુ, પરંતુ આ પ્રકારનાં બોલ આ પીડિત પરિવારનાં દુખોની સામે કઇ જ નથી. મારી સહાનુભૂતી અને સાથ પીડિત પરિવારો માટે હંમેશા રહેશે. તેમણે આગળ કહ્યુ કે, દેશમાં લોકોની હત્યાઓથી વધુ ગાયની મોતને મહત્વ આપવામાં આવી રહ્યુ છે. દેશમાં માહોલ એટલો ખરાબ થઇ રહ્યો છે કે હુ આવતા ભવિષ્ય માટે અને આવતી પેઢીમાં ચિંતિત છુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.