ગુજરાતમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. જૂનાગઢમાં પિતાની કાર લઈને રોડ પર નીકળેલા 19 વર્ષના યુવકે મહિલાને અડફેટે લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતો. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદ તપાસમાં સામે આવ્યું કે, તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહોતું. સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ અને યુવકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢના જોષીપર વિસ્તારમાં આવેલા ગોપાલ નગરમાં સંગીતા રૂપારેલિયા નામના મહિલા અન્ય 3 મહિલાઓ સાથે ભજનમાંથી ઘરે પરત જઈ રહ્યા હતા. દરમિયાન જ ત્યાંથી કાર લઈને નીકળતા 19 વર્ષના વિવેક કડિવાર નામના યુવકે તેમને અડફેટે લીધા હતા અને બાદમાં કાર હંકારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી.
વીડિયો જોઈ પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને કાર ચાલક કોણ હતો તેની તપાસ કરતા તે વિવેક કડીવાર હોવાનું સામે આવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તેની અટકાયત કરી હતી. હિટ એન્ડ રનમાં પકડાયેલા કડીવારની પ્રાથમિક પૂછપરછમાં પોલીસે જાણવા મળ્યું કે, તેવની પાસે લાઈસન્સ જ નથી અને કાર તેના પિતાની હોવાથી તે આંટો મારવો નીકળ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
19 જુલાઇના રોજ રાત્રે આશરે 1 વાગ્યે એસજી હાઇવે ઉપર આવેલા ઇસ્કોન બ્રિજ ઉપર એક થાર જીપ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને જોવા અને મદદ કરવા માટે લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સમયે ઓવર સ્પીડે જતી જેગુઆર કારે આ ટોળાને અડફેટે લીધું હતું. જેના પગલે અમદાવાદના ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પહેલા નવ લોકો અને પછી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ જેગુઆર કારની અડફેટે આવી જતા 10 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર શહેર અને ગુજરાત આખું હચમચી ગયું હતું.
આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત
આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી
