Jaipur Express Firing/ જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગ, ASI સહિત 4ના મોત, ફાયરિંગ કરનાર RPF કોન્સ્ટેબલ ઝડપાયો

મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં રેપિડ ફાયરિંગની મોટી ઘટના સામે આવી છે. ગોળીબારમાં ગોળી વાગવાથી 4 લોકોના મોત થયા હતા.

Top Stories India
Jaipur express firing જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગ, ASI સહિત 4ના મોત, ફાયરિંગ કરનાર RPF કોન્સ્ટેબલ ઝડપાયો

મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં Jaipur Express Firing રેપિડ ફાયરિંગની મોટી ઘટના સામે આવી છે. ગોળીબારમાં ગોળી વાગવાથી 4 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા ચાર લોકોમાં એક ASI અને ત્રણ મુસાફરોનો સમાવેશ થાય છે. જો કે ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ ઘટના આજે (31 જુલાઈ) સવારે લગભગ પાંચ વાગ્યે Jaipur Express Firing બની હતી. પાલઘર અને મુંબઈ વચ્ચે દહીસરમાં ફાયરિંગ થયું હતું. ગોળી ચલાવનાર પોલીસ કોન્સ્ટેબલ મીરા રોડ પાસે ઝડપાઈ ગયો છે. મળતી વિગતો મુજબ કોન્સ્ટેબલ માનસિક તણાવથી પીડાતો હતો.

ફાયરિંગ કર્યા બાદ કોન્સ્ટેબલે ટ્રેનમાંથી છલાંગ લગાવી Jaipur Express Firing હતી તેના નિવેદનમાં, પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે, “પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો. તેણે એક આરપીએફ એએસઆઈ અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી. તે પછી તે દહિસર સ્ટેશન નજીક ટ્રેનમાંથી બહાર કૂદી ગયો.” આરોપી Jaipur Express Firing કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.”જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12956ના B5 કોચમાં સવારે 5.23 કલાકે ફાયરિંગ થયું હતું. ગોળીબારમાં જીવ ગુમાવનાર ASIનું નામ તિલક રામ છે.

ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં આમ પણ ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવાની ઘટના બનતી હોય છે, પરંતુ હવે ટ્રેનમાં ફાયરિંગની ઘટના પણ બનવા લાગી છે. આ પ્રકારની ઘટના જવલ્લે જ જોવા મળે છે. સામાન્ય રીતે ટ્રેન લૂંટવામાં આવતી હોય ત્યારે આ પ્રકારની ઘટના બને છે.

આ પણ વાંચોઃ Hockey/ ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલમાં સ્પેનને 3-0થી હરાવીને સ્પેનિશ હોકી ફેડરેશન ટૂર્નામેન્ટ જીતી

આ પણ વાંચોઃ નિવેદન/ કેન્દ્રીય મંત્રીએ રામદાસ આઠવલેએ આપ્યું મોટું નિવેદન,નીતિશ કુમાર NDAમાં પરત ફરી શકે છે!

આ પણ વાંચોઃ OCA Election/ IOCએ લીધો મોટો નિર્ણય, OCAના કાર્યકારી પ્રમુખ રણધીર જ રહેશે

આ પણ વાંચોઃ UP IPS Transfer/ યુપીમાં 14 આઈપીએસ અધિકારીઓની બદલી, બરેલીના એસએસપીને પણ હટાવવામાં આવ્યા

આ પણ વાંચોઃ Political/ વિપક્ષની ઘેરાબંધી વચ્ચે આવતીકાલથી NDAના સાંસદોની બેઠક, PM મોદી પણ સામેલ થશે