રાજ્યમાં ફરી એક વખત મેઘસવારી આવી પહોંચી છે. મધ્ય પ્રદેશમાં સક્રિય થેયું હવાનું દબાણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી પ્રવેશતા અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થતા લોકો ખુશખુશાલ થયા છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો ક્યાક વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ગરમીથી પણ લોકોને રાહત મળી છે.
આપને જણવી દઇએ કે અત્યાર સુધી ઉત્તર ગુજરાતનાં આ જીલ્લામાં પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો ન હોવાથી સામાન્ય માણસોની સાથે સાથે જગતનો તાત ખેડૂત પણ પરેશાન હતા. મહત્વનું છે કે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી અમુક દિવસો માટે વરસાદની આગાહી કરી છે. ત્યારે આગાહીનાં પગલે મેઘાએ મન મુકી વરસવાનું શરૂ પણ કરી દીધું છે. વરસાદનાં આગમનથી ઉત્તર ગુજરાતમાં ખુશાલી જોવામા આવી છે
તો દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પહેલા રાઉન્ડોમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી ત્યાં છોટા ઉદેપુર વિસ્તારમાં ભારે વરસાદથી લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. છોટા ઉદેપુરની હેરણ નદી ખતરાનાં નિશાન સાથે બેં કાંઠે ધસમસતા પ્રવાહ સાથે વહી રહી છે. હેરણ નદીમાં ભારે પૂરનાં કારણે નદી પરનો બંદ ઘોવાયો હોવાથી ભારે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કહી શકાય કે વરસાદે અત્યારે કહી ખુશી કહી ગમ જેવો માહેલ રચી દીધો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
