વડોદરા માંથી પુર ના પાણી ઓસરી ચુક્યા છે, ત્યારે હવે રોગચાળાએ માથું ઉચક્યું છે. પ્રજાજનોની સારવાર અર્થે મેડીકલ કેમ્પ શરુ કરવામાં આવ્યા છે. ત્યારે વડોદરાની જીવદયા પ્રેમી સંસ્થાએ શેરીનાં રખડતા કુતરાઓ અને બીજા અબોલ પશુઓ માટે ખાસ મોબાઈલ મેડીકલ કેમ્પ શરુ કર્યા છે.

વડોદરામાંથી પૂરના પાણી ઓસરી ચુક્યા છે, ત્યારે હવે રોગચાળાએ વડોદરાને ભરડામાં લીધું છે. અને ઠેર ઠેર મેડીકલ કેમ્પમાં લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. માનવી તો ઠીક મૂંગા પશુઓ પણ રોગચાળાનાં ભરડામાં આવી ચુક્યા છે. આવા મૂંગા પશુઓનું કોણ ? તેવા વિચાર સાથે વડોદરાની વર્ષોથી પ્રાણીઓની સારવાર કરતી જીવદયા પ્રેમી સંસ્થા વી એસ પી સી ધ્વારા, આજ રોજ થી શહેરમાં રખડતા કુતરાઓ અને બીજા અબોલ પશુ માટે મોબાઈલ મેડીકલ કેમ્પ યોજવાની શરૂઆત કરી છે.

આજે મેડીકલ ટીમ શહેરના માંજલપુર, મકરપુરા, વડસર, માંજલપુર જેવા વિસ્તારો કે જ્યાં વધુ પાણી ભરાયા હતા, તેવા વિસ્તારોમાં ફરી હતી. અને રખડતા શેરી કુતરાઓને પકડી તેમની ચકાસણી કરી તેમને હડકવાના ઇન્જેક્શન, તાવ આવવો, ચામડીના રોગ ની દવા અને જરૂર પડે તો બોટલ પણ ચઢાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.100થી પણ વધુ શેરી કુતરાઓની સારવાર આ ટીમે કરી હતી અને આગામી દિવસોમાં લગભગ શહેરના તમામ કુતરાઓ ની સારવાર કરવામાં આવે તેવું આયોજન કરવામા આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
