Crime/ ગૌમાંસના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઇસનપુર પોલીસે ઝડપી પાડયો

શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે તમામ સ્થાનિક પોલીસ દ્વારા માથાભારે ઇસમોની ધરપકડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે પણ અમદાવાદ ના શાહ આલમ વિસ્તારમાં ઈસનપુર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે  નવાબ નગર પાસે ઇમરાન કુરેશી નામનો માથાભારે ઈસમ આવવાનો છે જેથી પોલીસે બાતમીના આધારે તે જગ્યાએ […]

Ahmedabad Gujarat
Untitled 29 ગૌમાંસના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઇસનપુર પોલીસે ઝડપી પાડયો

શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે તમામ સ્થાનિક પોલીસ દ્વારા માથાભારે ઇસમોની ધરપકડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે પણ અમદાવાદ ના શાહ આલમ વિસ્તારમાં ઈસનપુર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે  નવાબ નગર પાસે ઇમરાન કુરેશી નામનો માથાભારે ઈસમ આવવાનો છે જેથી પોલીસે બાતમીના આધારે તે જગ્યાએ પહોંચી જઈને વોચ ગોઠવી દીધી હતી.

બાતમીના મુજબની વ્યક્તિ ત્યાં આવતી દેખાતા પોલીસે તેની ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં તેની સાથે પૂછપરછ હાથ ધરતા પોલીસને ખ્યાલ આવ્યું હતુ કે આરોપી ઇમરાન કુરેશીની સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં મારામારી અને કારંજ પોલીસ સ્ટેશનમાં ગોમાંસ નો કેસ દાખલ છે અને આ કેસમાં તે નાસ્તો ફરતો હતો.પોલીસે ઈસનપુર ના મારામારી ના ગુનામાં ધરપકડ કરીને અન્ય ગોમાંસ ના ગુનામાં કારંજ પોલીસને જાણ કરી હતી.