સુરત/ ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

સુરત ખાતે આવેલ કડોદરાના હરિહંતપાર્ક સોસાયટીમાં રહેતા આયુષે આજે કોઈ અગમ્ય કારણોસર ઘરના પંખામાં દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હતું.

Gujarat Surat
સુરત
  •  સુરત:ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થીનો આપઘાત
  • ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે
  • વિધાર્થીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

સોશિયલ મિડીયાએ હાલમાં યુવાનોમાં જબરદસ્ત ઘેલું લગાડ્યુ છે.યુવાનો ખાસ કરીને ઇન્સ્ટ્રાગ્રામમાં પોતાની દરેક પ્રવુતિ અપડેટ કરતા હોય છે.ઇન્ટરનેટની આ ફાસ્ટ દુનિયા એટલી બધી આગળ વધી ગઇ છે કે હવે લોકો સોશિયલ મિડીયા પર વિડીયો કે સ્ટેટસ મુકીને આપઘાત પણ કરવા લાગ્યા છે.ત્યારે આવી જ એક ઘટના સુરતના કડોદરામાં બનવા પામી છે.કડોદરામાં એક વિદ્યાર્થીએ ઇન્સ્ટ્રાગ્રામ પર પોતે આ દુનિયાને અલવીદા કરતો હોવાનું સ્ટેટસ મુકીને આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે.ધો.12ની પરિક્ષા આપેલા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી મળતી માહિતી અનુસાર, સુરત ખાતે આવેલ કડોદરાના હરિહંતપાર્ક સોસાયટીમાં રહેતા આયુષે આજે કોઈ અગમ્ય કારણોસર ઘરના પંખામાં દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હતું. એટલું જ નહીં તેણે તેના ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકીને લખ્યું હતું ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે.

Untitled 48 ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આયુષના આ રીતે આપઘાત ક્રરી લેતા સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આપને જણાવી દઈએ કે, આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે જ રાજકોટ શહેરમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટમાં વધુ એક મેડિકલના વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટની મુરલીધર કોલેજમાં BAMSનો અભ્યાસ કરતા વશિષ્ટ પટેલ નામના યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પરીક્ષામાં પેપર ખરાબ જતા તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.  વિદ્યાર્થી મૂળ સાબરકાંઠાના વાસણા ગામનો રહેવાસી હતો. તે ત્રંબા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર