Vadodara/ પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન, ગર્ભગૃહમાં થઈ લાખોની ચોરી

વડોદરા શહેરમાં ગોત્રી સ્થિત પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોરી થતાં પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ…………

Top Stories Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 10 પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન, ગર્ભગૃહમાં થઈ લાખોની ચોરી

Vadodara News: વડોદરામાં ગઈકાલ રાત્રે તસ્કરોએ ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું હતું. ચોરો મંદિરોને ટાર્ગેટ કરતા હોવાનું કેટલાય સમયથી જોવા મળી રહ્યું છે. ત્યારે ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. મંદિરમાં CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરમાં ગોત્રી સ્થિત પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોરી થતાં પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ તપાસ માટે મંદિરે પહોંચ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ રૂપિયા દોઢ લાખની કિંમતની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાંથી તસ્કરોએ ભગવાનના ઘરેણા અને અન્ય વસ્તુઓની ચોરી કરી ફરાર થયા છે. ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મંદિરમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજઠ, સોનાની ચેન સહિત અન્ય ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે.

ગોત્રી પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, 3 દિવસ ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે

આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચો: ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત