Bhavnagar District/ ત્રણ દિવસથી ગુમ બાળકની મળી લાશ, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ

ભાવનગરમાં ત્રણ દિવસથી ગુમ બાળકની લાશ મળતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

Top Stories Gujarat Others

ભાવનગરમાં ત્રણ દિવસથી ગુમ થયેલ બાળકની લાશ મળતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. શહેરના ગારિયાધાર વિસ્તારમાં એક બાળક તેના ઘર પાસેથી જ ગુમ થઈ ગયું હતું. ત્રણ દિવસ પહેલા આ બાળક ગુમ થયેલ બાળકની લાશ મળી આવતા પરિવાર આઘાતમાં છે.   ત્રણ દિવસ પહેલા બાળક ઘર પાસે રમતો હતો તેની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જો કે ત્યાંથી તે ક્યાં ગયો તેની કોઈ સમાચાર હાલ સામે આવ્યા નથી.  પોલીસ આ ઘટનામાં તમામ થિયરી પર તપાસ હાથ ધરશે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગારીયાધાર વિસ્તારમાં આવેલ બાગેશુકુન સોસાયટીમાંથી ત્રણ દિવસ પહેલા એક બાળક ગુમ થયો હતો. આ બાળક ઘર પાસેથી જ ગુમ થતા અને ત્રણ દિવસ થયા બાદ પણ કોઈ સંબંધિત ખબર ના મળતા પરિવાર ચિંતિત બન્યો હતો. પરિવાર બાળકની શોધખોળ કરી રહ્યો હતો દરમ્યાન ગુમ થયેલ સ્થળથી 5 કિલોમીટર દૂર ખોરવદરી ગામે કુવામાંથી બાળકની લાશ મળી આવતા પરીવારમાં ઘેરા આઘાતમાં છે . પોતાના બાળકને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના સામે આવતા પોલીસે પણ ઘટનાસ્થળે પંહોચી ગઈ હતી. બાળકની હત્યા થઈ છે કે પછી તેની સાથે અઘિટત થયું છે પછી તેને માર મારવામાં આવ્યો છે જેવી અનેક બાબતોને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે બાળકની લાશને પીએમ માટે મોકલવામાં આવી છે.

મેટર અપડેટ થઈ રહી છે…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વકીલે અસીલ પાસે માંગવી પડી માફી, જાણો કેમ…

આ પણ વાંચો: Unseasonal rain/મોસમનો મિજાજ પલટાયો, દિલ્હીમાં આંધીતૂફાનની આગાહી

આ પણ વાંચો: Loksabha Election 2024/રાજનાથ છત્તીસગઢમાં અને રાહુલ બસ્તરમાં કરશે ચૂંટણી સભા

આ પણ વાંચો: Priyanka rally/આજે પીએમ મોદીના જવાબમાં ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની રેલી