Viral Video/ સરસ્વતી માતાના ફોટા સાથે કર્યું ખરાબ વર્તન, પણ હવે ચૂકવવી પડશે તેની કિંમત

આ વાયરલ વીડિયોમાં યુવક કંઈક કહેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે ત્યાં હાજર લોકો સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.

Gujarat Others Videos
સરસ્વતી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં યુવકની હરકત જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે. વીડિયો વાયરલ થયા બાદ તેઓ યુવક વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક સરસ્વતી માતા ના ફોટાને લાત મારી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં યુવક કંઈક કહેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે ત્યાં હાજર લોકો સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે ગુસ્સે થઈ જાય છે અને સરસ્વતી માતાના ફોટાને જોરથી લાત મારીને તોડી નાખે છે. હિન્દુ દેવી-દેવતાઓના અપમાનને જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ગુસ્સો જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો ગુજરાતનો છે. વીડિયોમાં દેખાતો યુવક નશાની હાલતમાં છે. નશામાં ધૂત યુવક શાળાએ જાય છે અને શિક્ષકને ફટકારે છે. યુવકે અપશબ્દોનો ઉપયોગ કરીને ફોટાને લાત મારી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ વીડિયો જૂનો છે પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે યોગેશ કુમાર વ્યવસાયે શિક્ષક છે અને તે આ શાળામાં પોસ્ટેડ છે. યોગેશ કોઈ કામ માટે ક્યાંક ગયો હતો, પરંતુ જ્યારે તે પાછો આવ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો. તે પરત ફર્યા બાદ શાળામાં હંગામો શરૂ કરે છે. તે તેના સાથી શિક્ષકો પ્રત્યે અપમાનજનક વર્તન કરે છે. બીજી તરફ વીડિયો વાયરલ થયા બાદ નશાખોર શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો:અમદાવાદ શાહપુર વિસ્તારમાં મકાનમાં આગ લાગતા માતા-પિતા સાથે બાળકનું મોત

આ પણ વાંચો:ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક તો ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ બસ, 9 લોકોના મોત, 32 ઘાયલ

આ પણ વાંચો:ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું અવસાન, PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્વાંજલિ આપી