મહેસાણા/ કીર્તિ સિંહ ઝાલાને કરાયા સસ્પેન્ડ, શું આ આકરા પગલા કોંગ્રેસની ડૂબતી નૈયાને તારશે..?

કીર્તિ સિંહ ઝાલાને કરાયા સસ્પેન્ડ, શું આ આકરા પગલા કોંગ્રેસની ડૂબતી નૈયાને તારશે..?

Gujarat Others Trending
bansuri 10 કીર્તિ સિંહ ઝાલાને કરાયા સસ્પેન્ડ, શું આ આકરા પગલા કોંગ્રેસની ડૂબતી નૈયાને તારશે..?

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ 200 થી વધુ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાઈ ચુક્યો છે. જે કયાંક ને કયાંક કોંગ્રેસની નિષ્ફળતા, અંતરીક જુથવાદ, અને વિખવાદ દર્શાવી રહી છે.  ઉત્તર ગુજરાતમાં મહેસાણા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રી કીર્તિ સિંહ ઝાલાને આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સસ્પેન્ડ  કર્યા છે.

મહેસાણા જીલ્લાના અગ્રણી કોંગ્રેસી આગેવાન એવા કિર્તીસિંહ ઝાલાને કાર્યકરો, હોદ્દેદારોની ફરિયાદોને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે ગઈકાલે કીર્તિસિંહે લેખિત રાજીનામું  પણ આપ્યું હતું. કીર્તિસિંહે દરેક હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.

bansuri 9 કીર્તિ સિંહ ઝાલાને કરાયા સસ્પેન્ડ, શું આ આકરા પગલા કોંગ્રેસની ડૂબતી નૈયાને તારશે..?

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ અગાઉ જ 219 જેટલી બેઠકો ઉપર ભાજપે બાજી મારી લીધી છે અને કોંગસ હાથ પર હાથ મુકીને તમાસો જોતી રહી ગઈ છે. કોઈને ઉમેદવારી ના નોધાવી તો કોઈના મેન્ડેટ માં ભૂલ હતી. કોઈ એ મેન્ડેટ જમા ના કરાવ્યું, તો કોઈએ ફોર્મ પરત ખેંચી આડકતરી રીતે ભાજપને ફાયદો જ કરાવ્યો  છે.

અત્યાર સુધી કોઈ એક્શન નહી લેનાર ગુજરાત પ્રદેશ સમિતિ અચાનક એક્શન માં આવી ગઇ છે અને મહેસાણા ના કોંગ્રેસી  આગેવાન કીર્તિ સિંહ ઝાલા ને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અમિત ચાવડા ને તેઓને પત્ર પણ મોકલી દીધો છે જેમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી દરમ્યાન આપની સામે ગંભીર ફરિયાદો મળી છે તેને ધ્યાને લઇ તાત્કાલીક અસર થી સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે એક વ્યક્તિના સસ્પેન્ડ થવાથી કોંગ્રેસની ડૂબતી નૈયા પાર લાગશે..?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ