cash withdrawal/ ના ATMની જરૂર છે ના UPIની, ઘરે બેઠા ઉપાડો આ રીતે પૈસા, જાણો SBIની આ ખાસ સેવા વિશે

જો તમારે પૈસા ઉપાડવા છે, પરંતુ તમારી આસપાસ કોઈ ATM નથી અને તમારું UPI પણ કામ કરી રહ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી

Trending Business
SBI Doorstep Banking Service

SBI Doorstep Banking Service: જો તમારે પૈસા ઉપાડવા છે, પરંતુ તમારી આસપાસ કોઈ ATM નથી અને તમારું UPI પણ કામ કરી રહ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, તમે ઘરે બેઠા પૈસા મેળવી શકો છો. કોઈપણ વ્યક્તિ આ બેંકિંગ સુવિધા હેઠળ લાભ મેળવી શકે છે. જો કે, આ માટે તમારે કેટલીક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIની ડોરસ્ટેપ સર્વિસ (SBI Doorstep Banking Service)ની મદદથી તમે ઘરે બેઠા સરળતાથી પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારે બેંક અને ATM જાણવાની જરૂર નથી. આ સેવા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકો માટે મદદરૂપ છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકો પર ચોક્કસ શુલ્ક વસૂલવામાં આવે છે, જે જુદા-જુદા એકાઉન્ટ પ્રમાણે હશે.

આ લોકો માટે એક મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ગ્રાહકોને ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. બેંકે એક મહિનામાં વિકલાંગ વ્યક્તિઓ માટે ત્રણ વ્યવહારો મફત કર્યા છે. જો કે, જો તેઓ મહિનામાં ત્રણથી વધુ વખત આ સુવિધાનો ઉપયોગ કરે છે, તો તેમને નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે 75 રૂપિયા અને GST ચૂકવવો પડશે.

SBI ડોરસ્ટેપ સર્વિસ રજીસ્ટ્રેશન

પૈસા ઉપાડવા અને આ સુવિધાનો ઉપયોગ કરવા માટે,  પહેલા SBI ડોરસ્ટેપ સેવા માટે નોંધણી કરાવવી પડશે. સૌથી પહેલા Doorstep Banking એપ ડાઉનલોડ કરવી પડશે.  પછી મોબાઈલ નંબર દાખલ કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર મળેલ OTP દાખલ કરો. આ પછી ગ્રાહકે પોતાનું નામ, ઈમેલ, પાસવર્ડ (PIN) દાખલ કરવો પડશે અને ટર્મ-શરત સ્વીકારવી પડશે. નોંધણી પછી, DSB એપ પરથી SMS મોકલવામાં આવશે. હવે ગ્રાહક પિન અને અન્ય વિગતો સાથે એપમાં લોગ ઇન કરી શકશે. અહીં તમારું સરનામું પણ દાખલ કરવાનું રહેશે.

SBI ડોરસ્ટેપ બેંકિંગમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા

  • DSB એપમાં લોગ ઇન કર્યા પછી, પૈસા ઉપાડવાની રિકવેસ્ટ કરો અને SBIને સીલેક્ટ કરો
  • હવે ગ્રાહક એકાઉન્ટ નંબરના છેલ્લા છ અંકો દાખલ કરો અને સબમિટ કરો
  • માન્યતા બાદ ગ્રાહકોના મોબાઈલ પર OTP મોકલવામાં આવશે
  • આ પછી DSB મોબાઈલ એપમાં OTP એન્ટર કરો અને સબમિટ કરો. કન્ફર્મેશન પછી તમારી વિગતો ખુલશે.
  • હવે ગ્રાહક ખાતામાંથી પૈસા ઉપાડવાની સેવા પસંદ કરો અને ટ્રાન્ઝેક્શનની રકમ દાખલ કરો અને ટ્રાન્ઝેક્શન મોડ દાખલ કરો
  • આ પછી ગ્રાહકના ખાતામાંથી ચાર્જ કાપી લેવામાં આવશે ,પછી રિકવેસ્ટ નંબર દાખલ કરો
  • ગ્રાહકને SMS દ્વારા સૂચના મોકલવામાં આવશે
  • એજન્ટ ગ્રાહકના ઘરે પહોંચ્યા બાદ વેરિફિકેશન કરી પૈસા આપશે