Not Set/ હિમા દાસે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મિલ્ખા સિંહ અને પીટી ઉષાને પણ છોડ્યા પાછળ

ટેમ્પેયર, ફિનલેન્ડના ટેમ્પેયર શહેરમાં રમાઈ રહેલી વર્લ્ડ અન્ડર-૨૦ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતની હિમા દાસે ઈતિહાસ રચ્યો છે. આઈએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હિમા દાસે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રાટિના સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં હિમા દાસે ૫૧.૪૬ સેકન્ડમાં જ પૂરી કરી આ ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ૧૮ વર્ષીય હિમા દાસ વૈશ્વિક સ્તરે ૪૦૦ મીટર […]

Trending Sports
hima getty1307 1531462605 હિમા દાસે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મિલ્ખા સિંહ અને પીટી ઉષાને પણ છોડ્યા પાછળ

ટેમ્પેયર,

ફિનલેન્ડના ટેમ્પેયર શહેરમાં રમાઈ રહેલી વર્લ્ડ અન્ડર-૨૦ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતની હિમા દાસે ઈતિહાસ રચ્યો છે. આઈએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હિમા દાસે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રાટિના સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં હિમા દાસે ૫૧.૪૬ સેકન્ડમાં જ પૂરી કરી આ ઈતિહાસ રચ્યો છે.

hima das wins gold in world jr athletics c ships 2018 07 13 102001 હિમા દાસે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મિલ્ખા સિંહ અને પીટી ઉષાને પણ છોડ્યા પાછળ

આ સાથે જ ૧૮ વર્ષીય હિમા દાસ વૈશ્વિક સ્તરે ૪૦૦ મીટર ટ્રેક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. આ ઉપરાંત એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં તમામ વર્ગોમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા તરીકેનું પણ બિરુદ મેળવ્યું છે.

5b479b7e0436b.image હિમા દાસે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મિલ્ખા સિંહ અને પીટી ઉષાને પણ છોડ્યા પાછળ

આ પહેલા વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારત માટે ૨૦૦૨માં સીમા પુનિયાએ ચક્કા ફેકમાં બ્રોન્ઝ મેડલ અને નવજીત કૌરે ૨૦૧૪માં ચક્કા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Hima das wins gold Medal in event at IAAF world U20 World Athletics હિમા દાસે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મિલ્ખા સિંહ અને પીટી ઉષાને પણ છોડ્યા પાછળ

હિમા દાસે આ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ એ ઉપલબ્ધિ હાંસલ કરી છે જે આ પહેલા લીજેંડ ખેલાડી મિલ્ખા સિંહ અને પીટી ઉષા પણ કરી ચુક્યા નથી. આ પહેલા એથલેટિકસ ચેમ્પિયનશિપમાં સૌથી સારું પ્રદર્શન મિલ્ખા સિંહ અને પીતી ઉષાનું રહ્યું હતું.

404 11 35 50 Flying Sikh Milkha Sprint Queen P T Usha to be star attractions in Raipur Half Marathon H@@IGHT 449 W@@IDTH 900 હિમા દાસે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ, મિલ્ખા સિંહ અને પીટી ઉષાને પણ છોડ્યા પાછળ

પીટી ઉષાએ ૧૯૮૪માં ઓલમ્પિકમાં ૪૦૦ મીટર હર્ડલ રેસમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. જયારે મિલ્ખા સિંહે પણ ૧૯૬૦ના રોમ ઓલમ્પિકમાં ૪૦૦ મીટર રેસમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું, પરંતુ આ બંને ખેલાડીઓ સિવાય અન્ય કોઈ ખેલાડી આ ટ્રેકમાં મેડલની નજીક પહોચી શક્યા ન હતા.