Cricket/ ભારત સામે વન-ડે સીરીઝ માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત

આગામી મહિને ટીમ ઈન્ડિયા આ માટે બાંગ્લાદેશની મુલાકાત લેશે, જેની શરૂઆત વનડે શ્રેણીથી થશે. બાંગ્લાદેશે આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

Top Stories Sports
1 310 ભારત સામે વન-ડે સીરીઝ માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત

આવતા મહિને ભારત અને બાંગ્લાદેશ ફરી ટકરાશે. આ મહિનાની શરૂઆતમાં T20 વર્લ્ડ કપમાં ટકરાયા બાદ હવે બંને ટીમો ODI અને ટેસ્ટ શ્રેણીમાં ટકરાશે. આગામી મહિને ટીમ ઈન્ડિયા આ માટે બાંગ્લાદેશની મુલાકાત લેશે, જેની શરૂઆત વનડે શ્રેણીથી થશે. બાંગ્લાદેશે આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગુરુવારે 24 નવેમ્બરે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેની કમાન અનુભવી ઓપનર તમીમ ઈકબાલને સોંપવામાં આવી છે. T20 વર્લ્ડ કપમાં સુપર-12માંથી બહાર થયા બાદ બાંગ્લાદેશી ટીમ પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. સાકિબ અલ હસન આ શ્રેણી સાથે ODI ટીમમાં પરત ફર્યો છે. અગાઉ જુલાઈ-ઓગસ્ટમાં તેણે ઝિમ્બાબ્વેના પ્રવાસ પર વનડે શ્રેણીમાંથી બ્રેક લીધો હતો.

બાંગ્લાદેશની ટીમઃ તમીમ ઈકબાલ (કેપ્ટન), લિટન દાસ, અનામુલ હક બિજોય, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, અફીફ હુસૈન, યાસિર અલી, મેહદી હસન મિરાજ, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, ઈબાદત હુસૈન, નસુમ અહેમદ, મહમુદુલ્લાહ નજમુલ હુસૈન શાંતો, કાઝી, નુરુલ હસન સોહન.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી ત્રણ મેચની શ્રેણી શરૂ થશે. બીજી મેચ 7 ડિસેમ્બરે રમાશે જ્યારે છેલ્લી મેચ 10 ડિસેમ્બરે રમાશે. તમામ મેચ મીરપુરમાં યોજાશે