Not Set/ સુરત: સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થતાં 10 વિદ્યાર્થીઓ દાઝ્યા

સુરત, સુરતના કતારગામમાં ચાર રસ્તા પરથી પસાર થતી સ્કુલવાનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ સિંગણપોર ચાર રસ્તા નજીક સ્કૂલવેનમાં શોર્ટસર્કિટ થતા દસ વિદ્યાર્થીઓ દાઝી ગયા હતા. સીએનજી રહિત વેનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આ ઘટના બની હતી. ત્યારે દસ જેટલા વિધાર્થીઓ પગના ભાગે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે […]

Top Stories Gujarat Surat Trending Videos
bhavnagar 9 સુરત: સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થતાં 10 વિદ્યાર્થીઓ દાઝ્યા

સુરત,

સુરતના કતારગામમાં ચાર રસ્તા પરથી પસાર થતી સ્કુલવાનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ સિંગણપોર ચાર રસ્તા નજીક સ્કૂલવેનમાં શોર્ટસર્કિટ થતા દસ વિદ્યાર્થીઓ દાઝી ગયા હતા.

સીએનજી રહિત વેનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આ ઘટના બની હતી. ત્યારે દસ જેટલા વિધાર્થીઓ પગના ભાગે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે તમામ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા હતા. કતારગામ સ્થિત સિંગણપોર ખાતે આવેલ નિલકંઠ વિદ્યાલયના તમામ વિધાર્થીઓ દાઝ્યા હતા. સદભાગ્યે આ ઘટનાથી કોઇ જાનહાનિ થઇ નથી…