Not Set/ મુકેશ અંબાણીની પુત્રીના લગ્નની તારીખ અને સ્થળ નક્કી : આ જગ્યાએ થશે ભવ્ય સમારોહ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે નક્કી થયા છે. હવે, લગ્નનું સ્થળ અને લગ્નની તારીખ પણ નક્કી થઇ ગયા છે. એવું માનવામાં આવતું હતું કે, બંનેના લગ્ન ઉદયપુરમાં થશે. પરંતુ હવે નક્કી થઇ ગયું કે, મુકેશ અંબાણીના ઘરે જ શરણાઈઓ ગૂંજશે. એમના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુકેશ અંબાણીના  મુંબઈ સ્થિત […]

Top Stories India
IMG 20181031 WA0000 મુકેશ અંબાણીની પુત્રીના લગ્નની તારીખ અને સ્થળ નક્કી : આ જગ્યાએ થશે ભવ્ય સમારોહ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે નક્કી થયા છે. હવે, લગ્નનું સ્થળ અને લગ્નની તારીખ પણ નક્કી થઇ ગયા છે. એવું માનવામાં આવતું હતું કે, બંનેના લગ્ન ઉદયપુરમાં થશે.

પરંતુ હવે નક્કી થઇ ગયું કે, મુકેશ અંબાણીના ઘરે જ શરણાઈઓ ગૂંજશે. એમના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુકેશ અંબાણીના  મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં જ થશે.

IMG 20181031 WA0001 e1540971023942 મુકેશ અંબાણીની પુત્રીના લગ્નની તારીખ અને સ્થળ નક્કી : આ જગ્યાએ થશે ભવ્ય સમારોહ

મળતી વિગતો મુજબ, ઈશા અંબાણી અને આનંદ પિરામલના પરિવારજનો સપ્તાહના અંતમાં એમના પરિવારજનો અને મિત્રો સાથે પરંપરા અને સંસ્કૃતિ મુજબ ઉદયપુરમાં ઉજવણી કરશે.

જણાવી દઈએ કે, 21 સપ્ટેમ્બરમાં રોજ ઈશા અંબાણીની સગાઇ વ્યવસાયી આનંદ પિરામલ સાથે ઇટાલીમાં થઇ હતી. જેમાં અતિ-ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.