સિધ્ધપુર/ “ઉડતા પાટણ” બનાવવાનો પ્રયાસ, લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું

સિધ્ધપુર હાઈવે ઉપર ધારેવાડા ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી પોલીસે રાજસ્થાનથી એક લક્ઝરી બસમાં મોકલાયેલું 8.03 લાખ રૂપિયાનું હેરોઈન કબજે લીધું છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 11 11T164752.119 “ઉડતા પાટણ” બનાવવાનો પ્રયાસ, લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું

@પ્રવિણ દરજી 

  • બાતમીને આધારે ધારેવાડા ચેકપોસ્ટ ખાતે લક્ઝરી રોકાવતા બિનવારસી જથ્થો મળ્યો
  • સિધ્ધપુર હાઇવે ઉપર લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું
  • 28.03 લાખનો મુદ્દામાલ કબજે લઈ સિધ્ધપુર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સિધ્ધપુર હાઈવે ઉપર ધારેવાડા ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી પોલીસે રાજસ્થાનથી એક લક્ઝરી બસમાં મોકલાયેલું 8.03 લાખ રૂપિયાનું હેરોઈન કબજે લીધું છે. જે લક્ઝરી બસમાં હેરોઈન આવ્યું હતું તે લક્ઝરી બસને પણ કબજે લઈ સિધ્ધપુર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ જિલ્લા એસ ઓ જી પોલીસ સિધ્ધપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે તેઓને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક લક્ઝરી બસ નં AR 01 R 4135 માં હેરોઈન ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યું છે જેથી પોલીસે ધારેવાડા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.

બાતમી વાળી લક્ઝરી બસ આવી પહોંચતા પોલીસે તેને રોકાવી તેમાં તપાસ કરતા બિનવારસી હાલતમાં 160.640 ગ્રામ 8,03,200 રૂપિયાની કિંમતનું હેરોઇન બિનવારસી હાલતમાં મળી આવતા તેને કબજે લીધું હતું જે બાદ પોલીસે લક્ઝરી બસને પણ કબજે લઈ કુલ 28.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સિધ્ધપુર પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 “ઉડતા પાટણ” બનાવવાનો પ્રયાસ, લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું


આ પણ વાંચો:જ્યાં સુધી હું ચૂપ બેઠો છું ત્યાં સુધી સારું છે… ગુજરાત ભાજપના ધારાસભ્યે ઈઝરાયેલ સાથે સરખામણી કરીને આપી ધમકી

આ પણ વાંચો:સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન દુર્ઘટના, એક શ્રમિકનું મોત

આ પણ વાંચો:પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ અગ્નિસ્નાન કરી આયખું ટૂંકાવ્યું

આ પણ વાંચો:પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ