Indian Army/ ભારતીય સેના પશ્ચિમી ક્ષેત્રમાં LCA માર્ક-1A તેજસ એરક્રાફ્ટ તૈનાત કરશે

વાયુ સેનાના LCA માર્ક-1A ફાઈટર એરક્રાફટ બાદ ભારત એવા પસંદગીના દેશોની શ્રેણીમાં સામેલ થઈ ગયું છે જેઓ પોતાની જાતે જ ફાઈટર એરક્રાફ્ટ બનાવવાની અને તૈનાત કરવાની ક્ષમતા ધરાવે છે.

India
Capture 4 ભારતીય સેના પશ્ચિમી ક્ષેત્રમાં LCA માર્ક-1A તેજસ એરક્રાફ્ટ તૈનાત કરશે

ભારતીય વાયુસેનામાં LCA માર્ક-1A તેજસ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન પશ્ચિમી ક્ષેત્રમાં તૈનાત કરાશે. LCA માર્ક-1A અપગ્રેડેડ એવિઓનિક્સ અને રડાર સિસ્ટમથી સજ્જ છે. આ સાથે મિગ-21 ફાઈટર પ્લેન વર્ષ 2025 સુધીમાં સંપૂર્ણપણે નિવૃત્ત થઈ જશે. મિગ-21 ફાઈટર પ્લેન વધુ અકસ્માતનો ભોગ બનતા તંત્ર દ્વારા સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાયુ સેનાનું LCA માર્ક-1A ફાઈટર એરક્રાફટ ભારતના દુશ્મનો ખાસ તો પાકિસ્તાન માટે મોટો પડકાર બનશે. વાયુસેના મિગ-21 ફાઈટર પ્લેનને દૂર કરી LCA માર્ક-1A જેવા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) સાથે બદલવાની તૈયારી કરી રહી છે. પશ્ચિમી સેક્ટરમાં જ્યાં અગાઉ મિગ-21નું સંચાલન થતું હતું ત્યાં હવે LCA Mk-1 અને Mk-1A તૈનાત કરવામાં આવશે. ભારતે પ્રથમ 83 LCA માર્ક-1A એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેની ડિલિવરી ફેબ્રુઆરી 2024માં થવાની શક્યતા છે.

LCA માર્ક-1A તેજસ એરક્રાફ્ટનું અપગ્રેડેડ વર્ઝન છે. તેમાં રડાર ચેતવણી રીસીવર, સ્વ-બચાવ માટે જામર પોડ જેવા ઘણા આધુનિક સાધનો લગાવવામાં આવ્યા છે. અન્ય વિશેષતાઓમાં જોઈએ તો આ ફાઈટર એરક્રાફ્ટ વજનમાં પણ હલકું હોવા છતાં એર-ટુ-એર અને એર-ટુ-સર્ફેસ એટેક માટે ખૂબ જ અસરકારક છે. LCA માર્ક-1Aના 65 ટકાથી વધુ સાધનો ભારતમાં બને છે. 1963 થી, ભારતીય વાયુસેનાને વિવિધ શ્રેણીના લગભગ 872 મિગ ફાઇટર પ્લેન મળ્યા છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ગયા મહિને ભારતીય વાયુસેનાને પ્રથમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસનું ટ્વીન-સીટર વર્ઝન સોંપ્યું હતું. આ સાથે ભારત એવા પસંદગીના દેશોની શ્રેણીમાં સામેલ થઈ ગયું છે જેઓ પોતાની જાતે જ ફાઈટર એરક્રાફ્ટ બનાવવાની અને તૈનાત કરવાની ક્ષમતા ધરાવે છે. એરફોર્સે HALને 18 ટ્વિન સીટર એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. તેમાંથી 8, 2023-24 દરમિયાન વિતરિત કરવામાં આવશે. બાકીના 10 ફાઇટર એરક્રાફ્ટ 2026-27 સુધીમાં સપ્લાય કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 ભારતીય સેના પશ્ચિમી ક્ષેત્રમાં LCA માર્ક-1A તેજસ એરક્રાફ્ટ તૈનાત કરશે


આ પણ વાંચો : Iceland Earthquake/ આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા, રાજ્ય કટોકટી લાદવામાં આવી

આ પણ વાંચો : Gujarat Govt/ ગુજરાત સરકારે જેલખાતાના કર્મચારીઓની સુધારી દિવાળી, ભથ્થામાં કર્યો વધારો

આ પણ વાંચો :  Delhi/ ભારત-અમેરિકા વચ્ચેની મંત્રણામાં મામલો સ્પષ્ટ, હવે કેનેડાની અક્કડ નીકળી જશે