Gujarat Govt/ ગુજરાત સરકારે જેલખાતાના કર્મચારીઓની સુધારી દિવાળી, ભથ્થામાં કર્યો વધારો

ગુજરાત સરકારે જેલ ખાતાના કર્મયોગીઓને મળતા વિવિધ ભથ્થામાં માતબર વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખથી લાભ આપવામાં આવશે.

Top Stories Gujarat
WhatsApp Image 2023 11 11 at 15.19.06 ગુજરાત સરકારે જેલખાતાના કર્મચારીઓની સુધારી દિવાળી, ભથ્થામાં કર્યો વધારો

ગુજરાત સરકારે દિવાળી પૂર્વે જેલખાતાના કર્મચારીઓની મોટી ભેટ આપી. રાજ્ય સરકારે જેલ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરતા તમામની દીવાળી સુધરી ગઈ. કર્મીઓના ભથ્થા વધારાનો સુધારો મંજૂર થયેલ તે ધોરણ તે તારીખથી લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારે અગાઉ ફીક્સ પગારના કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો આપવાની જાહેરાત કરી હતી. જેના બાદ જેલ કર્મચારીઓના ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેલ કર્મીઓની ખુશીમાં વધારો કરતી જાહેરાત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે જેલ ખાતાના કર્મયોગીઓને મળતા વિવિધ ભથ્થામાં માતબર વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આ નિર્ણય જેલ ખાતાના કર્મીઓના પરિવારમાં દિવાળી પર્વ યથાર્થ રીતે સુખાકારીનો પ્રકાશ પ્રસરાવનારો બની રહેશે. વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે.

જેલ કર્મચારીઓના ભથ્થામાં વિવિધ કેટેગરી મુજબ વધારો કરવામાં આવશે. જેલસહાયકને રૂ.3500નો વધારો કર્યો. જ્યારે સિપાઈ, હવાલદાર, સુબેદાર શ્રેણીમાં ભથ્થુ 60 રૂપિયા હતું તેમાં અનુક્રમે 4000, 4500, અને 5000નો વધારો કર્યો. ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫/- ચૂકવશે. જ્યારે જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫/-માં વધારો કરીને રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે.

રાજ્ય સરકારે જેલના કર્મચારીના ભથ્થામાં 3500થી 5000થી સુધીનો વધારો કરતા સરકારની તિજોરી પર 13.22 કરોડનું ભારણ વધશે. રાજ્ય સરકાર દિવાળી તહેવાર નિમિત્તે સરકારી કર્મચારીઓની ખુશી બમણી કરી રહી છે. ફિકસ પગારના કર્મચારીઓના વેતન વધારાની જાહેરાત બાદ એસટી નિગમના કર્મચારીઓની માંગણી પણ સંતોષી. ત્યારબાદ જેલ કર્મચારીઓના ભથ્થામાં વધારો આપવાની જાહેરાત કરતા દિવાળી પર્વની વિશેષ ભેટ આપી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દિવાળી પર જેલ પરિવારના દરેક સદસ્યના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષનું સ્મિત આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાત સરકારે જેલખાતાના કર્મચારીઓની સુધારી દિવાળી, ભથ્થામાં કર્યો વધારો


આ પણ વાંચો : Eric Adams/ ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ સામે રાજકીય ભંડોળ ઊભું કરવાના કેસમાં FBIની કાર્યવાહી

આ પણ વાંચો : Iceland Earthquake/ આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા, રાજ્ય કટોકટી લાદવામાં આવી

આ પણ વાંચો : Chikungunya Vaccine/  આવી ગઈ ચિકનગુનિયાની પ્રથમ રસી, જાણો ક્યારે, કોને અને કેવી રીતે આપવામાં આવશે