Not Set/ 226 વર્ષ પહેલા બનેલા કિલ્લામાં ભ્રષ્ટાચારનું ભૂત,ગઢને તોડી પાડવાની ચર્ચાએ ભારે જોર પકડયું  

જામકંડોરણા જામકંડોરણા ખાતે આવેલો ઈતિહાસની ધરોહર સમાન ગણાતો ગઢની રાંગને કરોડના ખર્ચ રિનોવેશન બાદ અચાનક જામકંડોરણા  ગ્રામ પંચાયત દ્વારા ગઢની રાંગને તોડી પાડવાની ચર્ચા ભારે જોર પકડયું છે. ગુજરાત સરકાર ગુજરાતમાં આવેલા રાજા મહારાજા દ્વારા બનાવેલી વાવ કિલ્લા મંદિરો ઈતિહાસસીક સ્મારકોની જાળવણી કરવા કરોડની ગ્રાન્ટ ફાળવવામા આવે છે. ગુજરાતની અસ્મિતા સમાન આ ઈતિહાસીક સ્મારક આપણે વારસામાં […]

Gujarat Others Trending
ssadfffffffffffff 226 વર્ષ પહેલા બનેલા કિલ્લામાં ભ્રષ્ટાચારનું ભૂત,ગઢને તોડી પાડવાની ચર્ચાએ ભારે જોર પકડયું  

જામકંડોરણા

જામકંડોરણા ખાતે આવેલો ઈતિહાસની ધરોહર સમાન ગણાતો ગઢની રાંગને કરોડના ખર્ચ રિનોવેશન બાદ અચાનક જામકંડોરણા  ગ્રામ પંચાયત દ્વારા ગઢની રાંગને તોડી પાડવાની ચર્ચા ભારે જોર પકડયું છે.

ગુજરાત સરકાર ગુજરાતમાં આવેલા રાજા મહારાજા દ્વારા બનાવેલી વાવ કિલ્લા મંદિરો ઈતિહાસસીક સ્મારકોની જાળવણી કરવા કરોડની ગ્રાન્ટ ફાળવવામા આવે છે. ગુજરાતની અસ્મિતા સમાન આ ઈતિહાસીક સ્મારક આપણે વારસામાં મળેલી અમુલ્ય યાદી છે.

આજથી 226 વર્ષ પહેલા જામકંડોરણાના સજ્જન માણસ એવા ભાદાબાપા બાબરીયાએ જામનગરના જામસાહેબ બાપુની રજા લઈને આ ગઢની રાંગનો પાયો નાખ્યો હતો. આ કિલ્લામા ચાર દરવાજા, 52 ઝરૂખાઓ, 12 કોઠા સહીત અદભુત પથ્થરની કોતરણીથી આ ગઢનુ નિર્માણ કર્યૂ હતું.

ssadfffffffffffff 4 226 વર્ષ પહેલા બનેલા કિલ્લામાં ભ્રષ્ટાચારનું ભૂત,ગઢને તોડી પાડવાની ચર્ચાએ ભારે જોર પકડયું  

1947 દેશ આઝાદ થયો અને દેશમાં લોકતંત્ર આવ્યુ આ જામકંડોરણાની ગઢની રાંગને સમયની મારથી અને સ્થાનિક તંત્ર ની અણઆવડત અને યોગ્ય જાળવણીના અભાવે ગઢ જર્જરિત હાલત થઈ હતી. આસરે 4 વર્ષ પહેલાં ભાદરાના નાકે આવેલ કોઠો પડી જતાં લોકોના સહીયારા સહકારથી આશરે 20 લાખના ખર્ચમાં તૈયાર કરવામા આવ્યો હતો.

ssadfffffffffffff 3 226 વર્ષ પહેલા બનેલા કિલ્લામાં ભ્રષ્ટાચારનું ભૂત,ગઢને તોડી પાડવાની ચર્ચાએ ભારે જોર પકડયું  

પોરબંદર મત વિસ્તારના સાંસદ અને જામકંડોરણાના વિઠ્ઠલભાઈ રાદડીયા સરકારમાંથી  3 કરોડ 30 લાખની ગ્રાન્ટ લાવીને આ ગઢને રિનોવેશન માટે અગાથ મહેનત કરી હતી પરંતુ ગઢનુ રિનોવેશનનુ કામ પુર્ણ થાય તે પહેલા વિઠ્ઠલભાઈ રાદડીયા બીમારી પડી ગયા.

ssadfffffffffffff 2 226 વર્ષ પહેલા બનેલા કિલ્લામાં ભ્રષ્ટાચારનું ભૂત,ગઢને તોડી પાડવાની ચર્ચાએ ભારે જોર પકડયું  

જાણે  કોન્ટ્રાકટર તથા  સ્થાનિક તંત્રને ભ્રષ્ટાચાર કરવાનુ મોકળું મૈદાન મળ્યું હોય તેમ અધુરું કામ કરીને પુર્ણ જાહેર કરી દીધું. આ ગઢના રિનોવેશનનો માલ હજુય વજુભાઈ પારેખના જસાપરની ગોલાઈ પાસે આવેલા ગોડાઉન સડી રહ્યો છે અને જામકંડોરણા ગ્રામ પંચાયતે આ ભ્રષ્ટાચાર થી ખદબદતા કામને સ્વીકારી લીધું.

ssadfffffffffffff 1 226 વર્ષ પહેલા બનેલા કિલ્લામાં ભ્રષ્ટાચારનું ભૂત,ગઢને તોડી પાડવાની ચર્ચાએ ભારે જોર પકડયું  

આ ગઢના કામના  ખર્ચમાં ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું આવતાં જામકંડોરણા જયેન્દ્રસીહ ચૌહાણ (આર.ટી.આઈ એક્ટીવિસ્ટ) દ્વારા માહિતી માંગવા આવી હતી. પરંતુ આ ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે અને ઘી ના ઠામમાં ઘી પડી જાયતેવી હલકી કક્ષાનુ રાજકીય રમત રમી આ ગઢને જર્જરિત હાલતમા ખપાવીને તોડી પાડવાનુ જબરૂ કૌભાંડ કરવામા આવ્યુ. જયેન્દ્રસિહ દ્વારા કોર્ટનો દરવાજો ખખડાવીને મોર્ચો ખોલ્યો છે. હાલ જામકંડોરણાની ગઢનો કિલ્લો  ભ્રષ્ટાચારની ચાડી ખાતો હાલ ઊભો છે