સુરત/ 350ની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 15 મહિનામાં નથી નોંધાયો એક પણ કોરોના કેસ

સરકાર અને સામાજિક સંસ્થાઓ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા લોકોમાં જાગૃતિ લાવવા કઈ કેટલા પગલાંઓ ભરી રહી છે છતાં હજુ પણ લોકો માસ્ક પહેરવાનું ટાળે છે જેને કારણે દંડાત્મક કાર્યવાહી પણ

Gujarat Surat Trending
surat 350ની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 15 મહિનામાં નથી નોંધાયો એક પણ કોરોના કેસ

કોરોનાની બીજી લહેરની તબાહીએ સૌને હચમચાવી મુક્યા છે. ત્યારે વાત કરીએ બારડોલી તાલુકાના ખલી ગામની કે જે ગામમાં માત્ર 350 લોકોની વસ્તી છે જ્યાં કોરોના કાળના 15 મહિના થવા આવ્યા છતાં આ ગામમાં એક પણ પોઝિટિવ દર્દી નોંધાયો નથી.

સરકાર એક તરફ કોરોનાને નાથવા મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ સુરત જિલ્લાના બારડોલી નગરને અડીને આવેલું ખલી ગામ , કે જે ગામના લોકોએ લોકોના સંપર્કથી દુર રહી સાચા અર્થમાં ખલી ગામ કોરોના મુક્ત ગામ રાખ્યું છે , કોરોનાની બીજી લહેરે શહેરો તો ઠીક નાના નાના ગામોમાં પણ કઈ કેટલાક લોકોના ભોગ લીધા છે , સુરત જિલ્લામાં એક પણ ગામ કોરોનાના કહેરથી દુર નથી રહ્યું ત્યારે માત્ર 350 લોકોની વસ્તી ધરાવતા ગામમાં આજ દિન સુધી એકપણ વ્યક્તિ સંક્રમિત થયું નથી ત્યારે આજરોજ સ્થાનિક ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ઈશ્વર પરમાર , જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સહિતના આગેવાનોએ ગામની મુલાકાત લીધી હતી.

ખલી ગામને કોરોના મુક્ત ગામ રાખવા પાછળ સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમની પણ ઘણી મહેનત છે. ખલી ગામમાં માત્ર બે ફળિયા આવેલા છે. અને ત્યાં વસતા લોકો માટે આફવા વેરનેસ સેન્ટરનો સ્ટાફ પણ સતત કાર્યરત રહે છે સ્થાનિક લોકોને માસ્ક વિતરણ, ઇમ્યુનિટી વર્ધક દવાઓ વિતરણ, સેનેતાઈઝર વિતરણ થી લઈ દર બીજા દિવસે ગામના તમામ લોકોનું ઓક્સીમીટર દ્વારા ઓક્સીઝન લેવલ માપવામાં આવી રહ્યું છે જેને પગલે કોરોના કાળના 15 મહિના વીતી જવા છતાં અહીં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી.

સરકાર અને સામાજિક સંસ્થાઓ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા લોકોમાં જાગૃતિ લાવવા કઈ કેટલા પગલાંઓ ભરી રહી છે છતાં હજુ પણ લોકો માસ્ક પહેરવાનું ટાળે છે જેને કારણે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે તો બીજી તરફ આદિવાસી વસ્તી ધરાવતું અને ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખલી ગામના તમામ લોકો માસ્ક ફરજીયાત પહેરે છે, તેમજ ભીડ ભાડ વાળી જગ્યાએ જવાનું ટાળે છે જેથી આ ગામ આજે પણ કોરોના મુક્ત ગામ રહ્યું છે .