Not Set/ આજથી અમદાવાદ એરપોર્ટ ફરી ધમધમતું થશે,રનવે રીપરીંગની કામગીરી પુર્ણ

અમદાવાદ, અમદાવાદનું સરદાર વલ્લભ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરીથી રેગ્યુલર શરૂ થશે. એરપોર્ટ પરના રનવેના રીપેરીંગની કામગીરી ચાલતી હતી. જે પુર્ણ થતા હવે 15 એપ્રિલથી ફ્લાઇટ્સ રાબેતા મુજબ શરૂ કરાશે.એરપોર્ટ પર રન વે રીસરફેસિંગની કાર્યવાહી ચાલવાના કારણે નેક ફ્લાઇટ્સના શિડ્યુઅલ ખોરવાયેલાં હતા. એરપોર્ટ ઓથોરીટીના કહેવા પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે 24 કલાક ફ્લાઇટ્સની આવન જાવન […]

Gujarat
amd2 આજથી અમદાવાદ એરપોર્ટ ફરી ધમધમતું થશે,રનવે રીપરીંગની કામગીરી પુર્ણ

અમદાવાદ,

અમદાવાદનું સરદાર વલ્લભ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરીથી રેગ્યુલર શરૂ થશે. એરપોર્ટ પરના રનવેના રીપેરીંગની કામગીરી ચાલતી હતી. જે પુર્ણ થતા હવે 15 એપ્રિલથી ફ્લાઇટ્સ રાબેતા મુજબ શરૂ કરાશે.એરપોર્ટ પર રન વે રીસરફેસિંગની કાર્યવાહી ચાલવાના કારણે નેક ફ્લાઇટ્સના શિડ્યુઅલ ખોરવાયેલાં હતા.

એરપોર્ટ ઓથોરીટીના કહેવા પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે 24 કલાક ફ્લાઇટ્સની આવન જાવન થઇ શકશે.આગામી દિવસોમાં અમદાવાદથી નાગપુર,ગુવાહાટી સહિત અન્ય કેટલા શહેર માટે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને અમદાવાદથી દોહા સહિત અન્ય કેટલાક સેક્ટર માટે નવી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે રનવેના રિપેરિંગ દરમિયાન એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટ્સના સમયપત્રક બદલાયા હતા અને કેટલીક સાઇટ સવારે 10 વાગ્યા પહેલાં જ્યારે કેટલીક સાંજે પછી ઓપરેટ કરાતી હતી.

45 દિવસ સુધી ચાલેલી રન-વેની કામગીરી દરમિયાન ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવાસીઓને બેસવા માટે ખુરશીઓ વધારાઈ છે. એ જ રીતે બોર્ડિંગ પાસ લેવા આવતા લોકોને લાઈનમાં વધારે ઊભા ન રહેવું પડે તેના માટે ચેકિંગ કાઉન્ટર પણ વધારવામાં આવ્યાં છે.