કાળઝાળ ગરમી/ ગરમીના પ્રકોપ વચ્ચે આજથી 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ,જાણો

26 એપ્રિલથી સતત એક અઠવાડિયું હીટવેવની આગાહી હોવાને લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

Top Stories Gujarat
2 44 ગરમીના પ્રકોપ વચ્ચે આજથી 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ,જાણો

દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ખુબ વધ્યો છે, અનેક રાજ્યમાં હીટવેવએ માઝા મૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ ગરમીનો પારો ઉંચો ચડી રહ્યો છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. 26 એપ્રિલથી સતત એક અઠવાડિયું હીટવેવની આગાહી હોવાને લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આનો અર્થ એ થયો કે આ ચાર દિવસ ગરમી 41થી 43 ડિગ્રી રહી શકે છે. આ વર્ષે એપ્રિલના પ્રારંભથી જ મે જેવી કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ છે. 27 માર્ચથી 25 એપ્રિલ સુધીના 29 દિવસમાં માત્ર એક દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઓછો રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફક્ત 20 એપ્રિલે 39.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન તરફથી આવતા ઉત્તર પૂર્વના ગરમ પવનને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે.  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની આસપાસ સર્જાયેલા એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી મંગળવારથી 2 મે સુધીના 8 દિવસ હીટવવેની આગાહી છે. હીટવેવ દરમિયાન ગરમીનો પારો 44 ડિગ્રી કે તેથી વધારે રહેવાની શક્યતા છે. ખાસ કરીને 29 અને 30 એપ્રિલે રેકોર્ડબ્રેક ગરમી પડી શકે છે.