ઝારખંડ/ ધોનીની પત્ની સાક્ષી પાવર કટથી પરેશાન,ટ્વિટ કરી પુછ્યા આ સવાલ!

હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે ઝારખંડમાં વિજળી સંકટ પર સવાલ ઉઠાવ્યા છે.

Top Stories India
3 46 ધોનીની પત્ની સાક્ષી પાવર કટથી પરેશાન,ટ્વિટ કરી પુછ્યા આ સવાલ!

સતત વધી રહેલા તાપમાનના કારણે થર્મોમીટરનું તાપમાન ઊંચાઈને સ્પર્શી રહ્યું છે. આ સાથે જ ગરમીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. દિવસ દરમિયાન ઘણા રાજ્યોમાં ગરમ ​​પવન ફૂંકાવાને કારણે, લોકોને તેમના ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં લોકોનો સૌથી મોટો આધાર વીજળી છે. જેથી તેમને ઘરની અંદર ચાલતા પંખા અને એસીથી રાહત મળે.કેટલાક રાજ્યોમાં પાવર કટ એક મોટી સમસ્યા છે, જેના કારણે સામાન્ય માણસની સાથે ઘણા પ્રખ્યાત લોકોને પણ તેનો સામનો કરવો પડે છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે ઝારખંડમાં વિજળી સંકટ પર સવાલ ઉઠાવ્યા છે. હાલમાં સાક્ષીનું આ ટ્વીટ લાંબા સમય પછી આવ્યું છે, જેના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઝારખંડમાં પાવર કટ કેટલી મોટી સમસ્યા છે.

સાક્ષી ધોનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘ઝારખંડના કરદાતા તરીકે, હું માત્ર એ જાણવા માંગુ છું કે ઝારખંડ આટલા વર્ષોથી શા માટે પાવર સંકટનો સામનો કરી રહ્યું છે? અમે ઊર્જા બચાવવામાં અમારો ભાગ ભજવી રહ્યા છીએ!’ તમને જણાવી દઈએ કે આ ટ્વિટ પહેલા પણ તેણે લગભગ બે વર્ષ પહેલા ઝારખંડમાં પાવર કટ અંગે ટ્વિટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે તેમણે પાવર કટ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે રાજ્યમાં લગભગ 4 થી 7 કલાક સુધી પાવર કટ છે. હાલમાં સાક્ષીનું ટ્વીટ જોઈને અંદાજો લગાવી શકાય છે કે આટલા લાંબા સમયથી ઝારખંડમાં પાવર કટને લઈને કંઈ કરવામાં આવ્યું નથી.