ગીર સોમનાથ/ ગીર ગઢડામાં હુમલો કરી આંતક મચાવનાર દીપડાઓનું વન વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ

ગીર ગઢડાના સુખનાથ ચોક નજીકના રહેણાંકીય મકાનના ભાગે માતા પુત્ર અને વન કર્મી પર હુમલો કરનાર બે દીપડાઓ રહેણાંક મકાનમાં ઘૂસી જતા વન વિભાગ દ્વારા ટેંન્ક્યુલાઈઝ કરી પાંજરે પુરવામાં આવ્યા હતા

Top Stories Gujarat Others
Untitled 13 ગીર ગઢડામાં હુમલો કરી આંતક મચાવનાર દીપડાઓનું વન વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ

@કાર્તિક વાજા

ગીર સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આંતક સતત વધી રહ્યો છે ત્યારે એક અઠવાડિયા પૂર્વે કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વૃદ્ધ મહિલા પર દિપડાએ હુમલો કરતા મોત નીપજ્યું હતું જેની હજુ શાહી સુકાણી નથી ત્યાં ગીર ગઢડા ના સુખનાથ ચોકમાં રહેતા કમલેશભાઈ ચાંદરાણી ના પત્ની અને પુત્ર સવારના સમયે ઘરની અગાસી પર ના ભાગે પાણીના ટાંકામાં પાણી જોવા ગયેલ હોય ત્યારે રિશિત ચાંદરાણી ઉં.૧૮ વાળાઓ પર હુમલો કરતાં બુમા બુમ કરતા માતા અલ્કા બેન ચાંદરાણી ઉ.૪૨ છોડાવવા જતા તેમના પર પણ હુમલો કરેલ હોય ત્યારે માતા અને પુત્ર બંને બુમાં બુમ કરતા રાજુ ભાઈ વાઘેલા નામના યુવકે માતા પુત્રને મોતના મુખ માંથી છોડાવ્યા હતા ત્યારે દીપડો હુમલો કરી નાશી છૂટ્યો હોય જે અંગેની જાણ ગ્રામજનો દ્વારા પોલીસ અને વન વિભાગ ને કરવામાં આવી હતી અને હુમલો કરી નાશી છુટનાર દિપડાએ ગીર ગઢડા માં આંતક મચાવ્યો હતો.

Untitled 13 2 ગીર ગઢડામાં હુમલો કરી આંતક મચાવનાર દીપડાઓનું વન વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ

ત્યારે જસાધાર વન વિભાગ અને બાબરીયા વન વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ તપાસ કરતા હોય તે સમય દરમિયાન દીપડાએ અચાનક જ વન વિભાગના અધિકારી દિલીપ ડી સરવૈયા પર હુમલો કરતા તાત્કાલિક ગીર ગઢડા સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે ઉના ખસેડવામાં આવ્યા હતા.ત્યારે દીપડો હિંસક પ્રાણી હોય અને ત્રણ જેટલા લોકો પર હુમલો કરેલ હોય અને બે ઘરમાં અલગ અલગ દીપડાઓ ઘૂસી ગયેલ હોય તેની આજુબાજુના ભાગે લોકો કુતુહલ વસ એકઠા થયા હતા. જેમને પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

Untitled 13 1 ગીર ગઢડામાં હુમલો કરી આંતક મચાવનાર દીપડાઓનું વન વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ

આ હુમલાખોર બંને નર અને માદા દીપડાઓ માં એક દીપડો જતીન ભાઈ ચૌહાણ ના ઘરના ફળિયામાં બનાવેલ મેડા માં લિપટાઈને બેસી ગયેલ હતો અને બીજો રાજીબેન બારૈયા ના કાચા મકાનમાં ઘૂસી ગયેલ હોય ત્યારે જસાધાર વન વિભાગ બાબરીયા વન વિભાગના ફોરેસ્ટ ટીમ ડોક્ટર ટીમ સહિતનાઓ દ્વારા જતીનભાઈ ચૌહાણના રહેણાકીય મકાનમાં આવેલ મેડા પર લિફ્ટાઇને બેસી જતા વન વિભાગને નિશાન લગાવવું ખૂબ જ અઘરું બન્યું હતું અને ટેંન્ક્યુલાઈઝ ગન દ્વારા ચાર જેટલા ઇન્જેક્શન મારવામાં આવતા માંડ માંડ દિપડો બેભાન થયો હતો જ્યારે રાજીબેન બારૈયા ના રહેણાકીય કાચા મકાનમાં રહેલ દીપડાને નળિયાવાળા મકાનના ઉપરના ભાગેથી ટેંન્ક્યુલાઈઝ ગન દ્વારા બે જેટલા ઇન્જેક્શન મારવામાં આવ્યા હતા અને બંને નર અને માદા દીપડાનું સતત ત્રણ કલાકથી વધુ સમય સુધી દિલ ધડક રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવતા ગ્રામજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.

Untitled 13 3 ગીર ગઢડામાં હુમલો કરી આંતક મચાવનાર દીપડાઓનું વન વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ

ગીર ગઢડા લોહાણા મહાજન ના સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અનિલભાઈ વિઠલાણી દ્વારા જણાવાયું હતું કે મેઇન બજાર જેવા વિસ્તારમાં આવેલ કમલેશભાઈ ગોકળદાસ ચાંદરાણી પરિવારના ઘરની ઉપરના ભાગે સવારના સમયે દીપડો આવી ચડેલ હોય અને કમલેશભાઈ ના પત્ની અલકાબેન અને રિશિત સવારના સમયે પાણીનો ટાંકો જોવા ગયેલ હોય અને અચાનક દીપડો આવી ગયેલ હોય અને રિશિત પર હુમલો કરેલ હોય ત્યારે બૂમા બૂમ કરતા માતા અલકાબેન બચાવવા જતા તેમના પર પણ હુમલો કરેલ હોય અને બુમાં બૂમ કરતા રાજુભાઈ વાઘાભાઈ વાઘેલા નામનો વ્યક્તિ બૂમો સાંભળી જતા અગાસી પર દોડી રિશિત અને અલકાબેન ને બચાવેલ હોય અને દીપડાઓ ગામમાં ઘૂસી ગયા હોવાની વન વિભાગને સવારના ૭:૩૦ કલાકે જાણ કરવામાં આવી હોવા છતા જશાધાર રેન્જ વન વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યા હતા અને ૩ કલાક બાદ ૧૦: વાગ્યે આવેલ હતા.

આ પણ વાંચો:સુરતમાં લાલચ આપી 7 લાખ કરતા વધુની કરાઈ ઠગાઈ, મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં 4 વર્ષથી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, 26 જૂનથી છે લાપતા યુવતી

આ પણ વાંચો:સુરતના સચિન GIDCમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત, ચાર દટાયા

આ પણ વાંચો:સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગમાં વળતરની લાલચ આપી કરી ઠગાઈ, બે આરોપીની ધરપકડ