Not Set/ પતિ સ્ટાર્ક અને તેમની પત્ની એલિસા એક જ દિવસે પાકિસ્તાન સામે રમ્યા,અનોખો રેકોર્ડ બન્યો

પહેલીવાર બન્યું છે કે એક જ દિવસે અને લગભગ એક જ સમયે, પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ એક જ હરીફ સામે પોતાના દેશ માટે મેદાનમાં રમી રહ્યા હોય.

Top Stories Sports
1 31 પતિ સ્ટાર્ક અને તેમની પત્ની એલિસા એક જ દિવસે પાકિસ્તાન સામે રમ્યા,અનોખો રેકોર્ડ બન્યો

એવું કદાચ પહેલીવાર બન્યું છે કે એક જ દિવસે અને લગભગ એક જ સમયે, પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ એક જ હરીફ સામે પોતાના દેશ માટે મેદાનમાં રમી રહ્યા હોય. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક રાવલપિંડીના મેદાન પર પાકિસ્તાન સામે ટેસ્ટ રમી રહ્યા હતા, તે જ સમયે તેમની પત્ની એલિસા ઓસ્ટ્રેલિયા ટીમ વતી  પાકિસ્તાન સામે રમી રહી હતી. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં પ્રવેશ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે બંને એક સાથે બેટિંગ કરતા પણ જોવા મળ્યા હતા.

વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેન એલિસાએ ન્યૂઝીલેન્ડના માઉન્ટ મૌંગાનુઇ ખાતે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ (72 રન) રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. સ્ટાર્ક અને એલિસાએ છ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. બંને પોતપોતાની ટીમના મહત્વના ખેલાડી છે અને ઘણીવાર એકબીજાને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે.

પુરૂષોની મેચ ડ્રો રહી હતી, પરંતુ મહિલાઓની મેચ ઓસ્ટ્રેલિયાની ટીમે જીતી હતી. ઓપનર એલિસા હીલીની શાનદાર બેટિંગ અને તેના બોલરોના શિસ્તબદ્ધ પ્રદર્શનના બળે ઓસ્ટ્રેલિયાએ મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.