Not Set/ સુરતમાં બાળકીની બેરહમીથી હત્યા, રેપ થયાની આશંકા

સુરત, જમ્મુ ના કઠુઆમાં ગેંગ રેપની ઘટનાનો રોષ હજુ સમ્યો નથી ત્યાં ગુજરાતમાં સુરત શહેરમાં ફરી એક વાર હેવાનિયતની પરાકાષ્ઠા સામે આવી છે.માત્ર 11 વર્ષની ઉંમરની બાળકી પર રેપ કરી તેની હત્યા કર્યાની આશંકાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 એપ્રિલના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં માલુમ પડ્યું કે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે કોઈ બાળકીની લાશ […]

Top Stories Gujarat
rape સુરતમાં બાળકીની બેરહમીથી હત્યા, રેપ થયાની આશંકા

સુરત,

જમ્મુ ના કઠુઆમાં ગેંગ રેપની ઘટનાનો રોષ હજુ સમ્યો નથી ત્યાં ગુજરાતમાં સુરત શહેરમાં ફરી એક વાર હેવાનિયતની પરાકાષ્ઠા સામે આવી છે.માત્ર 11 વર્ષની ઉંમરની બાળકી પર રેપ કરી તેની હત્યા કર્યાની આશંકાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 એપ્રિલના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં માલુમ પડ્યું કે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે કોઈ બાળકીની લાશ મળી છે, ત્યારબાદ ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માલુમ પડ્યું કે બાળકીના શરીર પર 86 ઘા મળી આવ્યા હતા. જેમના કેટલાક ઘા તેના ગુપ્તાંગ પર પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બાળકી નું ગળું દબાવીને હત્યા કર્યાંની શંકા સેવાઈ રહી છેઆથી ડોક્ટરે જણાવ્યુંકે બાળકીની રેપ કરીને હત્યા કરી હોવાની શક્યતા છે, તેથી તેના સેમ્પલ લઈને FSL તપાસ માટે મોકલી આપ્યા છે.FSL રિપોર્ટ આવાનો હજુ બાકી છે.

ઘટના ને 8 દિવસ વીત્યા હોવા છતાં પણ પોલીસને કોઈ ઠોસ સબૂત મડ્યું નથી કે હત્યા કોને કરી છે અને કયા કારણોસર કરવામાં આવી છે.ત્યારે પાંડેસરા પોલીસે હત્યારાની માહિતી મેળવવા પોસ્ટરો ચોંટાડી રૂપિયા 20 હજાર ઇનામની જાહેરાત કરી છે.