Election/ અમદાવાદ કોંગ્રેસે ચૂંટણી પહેલા જ ગુમાવી ત્રીજી બેઠક, નારણપુરામાં ભાજપ બીનહરિફ

અમદાવાદ શહેરમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે અને આ ફટકો કોઇ જેવો તેવો ફટકો નહીં પરંતુ કોંગ્રેસે અમદાવાદ શહેરની નારણપુરા વોર્ડની એક બેઠક જ ગુમાવી દીધી છે.

Ahmedabad Gujarat Trending
ahd 3 અમદાવાદ કોંગ્રેસે ચૂંટણી પહેલા જ ગુમાવી ત્રીજી બેઠક, નારણપુરામાં ભાજપ બીનહરિફ

અમદાવાદ શહેરમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે અને આ ફટકો કોઇ જેવો તેવો ફટકો નહીં પરંતુ કોંગ્રેસે અમદાવાદ શહેરની નારણપુરા વોર્ડની એક બેઠક જ ગુમાવી દીધી છે. અને સૌથી મહત્વની બાબત એ પણ કહી શકાય કે, કોંગ્રેસને કોંગ્રેસનાં કારણે જ ભાજપને બિનહરીફ બનાવી ચૂંટણી પહેલા જ વિજય શ્રી નાં હારતોરા કરાવી દીધા છે.

વાત જાણે એમ છે કે, નારણપુરા કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. નારણપુરા બક્ષીપંચ બેઠક પરથી કોંગ્રેસનાં ચંદ્રિકા રાવળે કોંગ્રેસના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસનાં ચંદ્રિકા રાવળે ફોર્મ  પરત ખેંચતા ભાજપનાં બ્રિન્દાબેન સુરતી બિનહરીફ જાહેર થઇ ગયા છે અને ભાજપે આ બેઠક ચૂંટણી પહેલા જ જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલા જ અમદાવાદ કોંગ્રેસે શહેરમાંની 3 બેઠકો ગુમાવી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વે સરદારનગર અને ઠક્કરનગરમાં કોંગ્રેસ એક -એક બેઠક ગુમાવી ચૂકી છે અને ચૂંટણી પૂર્વે જ બે બેઠકો ભાજપની જોળીમાં ચાલી ગઇ હતી અને આ આજે નારણપુરાનાં મહિલા કોંગ્રેસી ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેચવામાં આવતા વળી પાછો એક બેઠકનો લોસ લખાઇ ગયો છે.

જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવલા પણ – અમદાવાદ નારણપુરા વોર્ડમાં ભાજપ બિનહરીફ વિજેતા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…