દેશભરમાં કોરોનાનો કહેર લોકોને હચમચાવી રહ્યો છે અનેક રાજ્યોમાં આંશિક તો અનેક રાજ્યોમાં પૂર્ણ લૉકડાઉન લાગુ છે. સંક્રમણથી બચવા માટે પ્રોટોકોલનું પાલન તથા વેક્સીનેશનને યોગ્ય પદ્ધતિ માનવામાં આવી રહી છે. એક તરફ જ્યાં વૈજ્ઞાનિક પ્રયાસોથી કોરોના સંક્રમણનું પ્રબંધન અને નિયંત્રણના પ્રયાસો ચાલી રહ્યા છે તો કેટલાક લોકો આસ્થા અને ઇશ્વરીય શક્તિઓના સહારે કોરોનાને મ્હાત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આવા સમયે તામિલનાડુના કોઈમ્બતુર શહેરની ભાગોળે કોરોના દેવી મંદિર સ્થપાયુ છે.સદી પૂર્વે પ્લેગ ત્રાટકયો ત્યારે આજ સ્થળે પ્લેગ મરીયામનાં મંદીર ઉભૂ જ ચે કમાટચીયુરી ટ્રસ્ટ દ્વારા આ મંદિર સંકુલમાં દોઢ ફૂટની કાળા પથ્થરની કોરોના દેવીની મૂર્તિ સ્થાપિત કરલવામાં આવી છે અને તેની પૂજા શરૂ કરવામાં આવી છે.
મંદિરનાં પ્રવકતાએ કહ્યું કે સળંગ 48 દિવસ ખાસ પુજા કરવામાં આવશે,. પરંતુ કોરોના મહામારી સંબંધી નિયમોને કારણે જાહેર જનતાનાં દર્શનાર્થે તે ખુલ્લુ નહિં મુકાય.મંદિર ટ્રસ્ટ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે પૂર્વજોનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.
મહામારીમાંથી કોરોના દેવી મુકિત અપાવે તેવી આસ્થા સાથે મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ છે.48 દિવસની ખાસ પૂજામાં માત્ર મંદિરના પુજારીઓ જ સામેલ થશે. ખાસ પૂજા ખતમ થયા બાદ જ જાહેર જનતા માટે મંદિર ખુલ્લુ રહેશે. મંદિરમાં દર્શનાર્થે આવવા માંગતા ભાવિકોને ઘેર બેઠા પૂજા-પ્રાર્થના કરવા કહેવાયું છે. 1900 ની સદીમાં પ્લેગ રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તેમાં સેંકડો લોકો મોતને ભેટયા હતા ત્યારે પ્લેગ મંદિર સ્થપાયું હતું જયા લોકો દર્શનાર્થે આવતા જ રહ્યા છે.
મંદિર મેનેજમેન્ટ અનુસાર, કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન સંક્રમણથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે એવામાં ગ્રેનાઇટથી બનેલી કોરોના દેવીની મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને લઈને વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવશે. 48 દિવસના મહાયજ્ઞ દરમિયાન સામાન્ય લોકો તેમાં સામેલ નહીં થઈ શકે. મહાયજ્ઞ પૂરો થયા બાદ લોકો મંદિરમા; કોરોના દેવીના દર્શન કરી કરશે.