Not Set/ ગાંધીનગરમાં PUC કઢાવવા લોકોની લાંબી કતાર, કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે લોકો

ટ્રાફિકનાં નવા નિયમોથી લેવામાં આવેલા ભારે દંડને જોયા બાદ લોકો હવે એકવાર ફરી લાઈનમાં ઉભા રહેતા દેખાઇ રહ્યા છે. દેશમાં આજે મોટા ભાગનાં વિસ્તારોમાં PUC કઢાવવાની ભારે લાઈન જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં પણ કઇક આવો જ નજારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ PUC સેન્ટરમાં સવારથી લોકોની ભારે ભીડ […]

Top Stories Gujarat
IMG 20190920 134343 ગાંધીનગરમાં PUC કઢાવવા લોકોની લાંબી કતાર, કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે લોકો

ટ્રાફિકનાં નવા નિયમોથી લેવામાં આવેલા ભારે દંડને જોયા બાદ લોકો હવે એકવાર ફરી લાઈનમાં ઉભા રહેતા દેખાઇ રહ્યા છે. દેશમાં આજે મોટા ભાગનાં વિસ્તારોમાં PUC કઢાવવાની ભારે લાઈન જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં પણ કઇક આવો જ નજારો જોવા મળી રહ્યો છે.

IMG 20190920 134355 ગાંધીનગરમાં PUC કઢાવવા લોકોની લાંબી કતાર, કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે લોકો
Gandhinagar

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ PUC સેન્ટરમાં સવારથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહી લોકો પોતાનુ કામ બાજુમાં રાખી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે તમે ફોટામાં જોઇ શકો છે કે વરસાદ બાદ ભારે ઉકરાટ વચ્ચે પણ લોકો PUC ની લાઈનમાં ઉભા છે.

IMG 20190920 134410 ગાંધીનગરમાં PUC કઢાવવા લોકોની લાંબી કતાર, કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે લોકો
Gandhinagar

અહી લોકોની ભારે ભીડ વચ્ચે ઘણા સરકારનાં આ નિયમોનાં વખાણ કરી રહ્યા છે તો ઘણા સરકારની આલોચના પણ કરી રહ્યા છે. ઘણા કહી રહ્યા છે કે અહી એ વાત પણ સાચી છે કે વખતો વખત PUC કઢાવવામાં આવતુ હોત તો આ ભારે ભીડ પણ જોવા ન મળતી, જ્યારે સરકાર કોઇ કડક પગલા ભરે ત્યારે જ લોકોની નિંદર તુટે છે.

IMG 20190920 134413 ગાંધીનગરમાં PUC કઢાવવા લોકોની લાંબી કતાર, કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે લોકો
Gandhinagar

ઘણા લોકોનું માનવુ છે કે, ટ્રાફિકનાં નવા નિયમ બાદ લેવામાં આવેલ ભારે દંડ જ નહી પણ તે લોકો પણ આ લાઈન માટે જવાબદાર છે કે જે ટ્રાફિકનાં નિયમોનું સંપૂર્ણતહ પાલન કરતા નથી. ફોટોમાં તમે જોઇ શકો છો કે PUC કઢાવવા ટૂ વ્હીલર અને ફોર વ્હીલરની બે અલગ લાઈન કરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.