ગુજરાત/ અષાઢી બીજ એટલે કચ્છી માડુઓનું નવું વર્ષ : જાણો અષાઢી બીજનો ઇતિહાસ : સીએમ પીએમએ પાઠવી શુભેચ્છા

આજે પણ ઘણા કચ્છીઓ દેશ વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢી બીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે.

Top Stories Gujarat Others
કચ્છ

કચ્છી માડુ અસીં, અસાંજો વતન વહાલો કચ્છ;

ટાપટીપ બેઉ બુઝો નતાં, પણ ધિલજા અસીં સ્વચ્છ.

કચ્છી નવેં વરે જી મળે કચ્છી ભાવરેં કે વધાઈયું.

કચ્છ

અષાઢી બીજ એટલે કચ્છી માડુઓનું નવું વર્ષ. કચ્છમાં રાજાશાહી સમયથી તેની ધામધૂમપૂર્વકની ઉજવણી થતી આવી છે. રાજાશાહી સમયમાં વિશાળ શોભાયાત્રા નીકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો, જે ઉજવણી આજે ક્યાંકને ક્યાંક ફીકી પડતી જોવા મળી રહી છે. છતાંય આજે પણ ઘણા કચ્છીઓ દેશ વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢી બીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે.

અષાઢી બીજનો ઇતિહાસ

એક ઐતિહાસિક ઘટના અનુસાર કચ્છના મહારાવ પહેલા ખેંગારજી એ સંવત ૧૬૦૫નાં માગસુર સુદ-૫નાં રોજ કચ્છનાં અલગ રાજ્યની વિધિવત સ્થાપના કરી. પરંતુ અષાઢી બીજ પરજ કચ્છી નવું વર્ષ કેમ મનાવવામાં આવે છે? આની પાછળ રસપ્રદ ઐતિહાસિક તથ્યો છે.

કચ્છીમાંનાં કરાકોટ ગામમાં પાટનગર બદલનાર જામલાખો ફલાણી એક દિર્ઘદૃષ્ટ્રા, વિચારવંત રાજવી હતા. તેમના મનમાં હંમેશા પોતાના રાજ્યનાં વિકાસ અને પ્રસાર માટે અનેક વિચારો ઘૂમતા રહેતા હતા.  એટલે જ પોતાના રાજયની સીમા નક્કી કરવા રાજ્યનાં કેટલાક યુવાનો સાથે નીકળી પડયા, પણ તેઓએ કાર્ય પૂરેપુરું કરી ન શક્યા. એટલે જામ લાખાને પરત થવું પડયું. પરંતુ એ દરમ્યાન અષાઢ માસનો પ્રારંભ થઈ ગયેલો. એ વર્ષે કચ્છમાં વરસાદ પણ સારો થઈ ગયેલો. ચારે તરફ ખૂબ હરિયાળી થઈ ગયેલી. જેને જોઈને રાજવી જામ લાખો ફૂલાણી ખુશ થઈ ગયા. એજ વખતે એમણે પોતાનાં સમગ્ર રાજ્યમાં ફરમાન છોડયું કે કચ્છનું નવુ વર્ષ અષાઢી બીજથી શરૂ કરવામાં આવે. આ રીતે રાજવી લાખા ફૂલાણીએ કચ્છનાં ઇતિહાસમાં પોતાનું નામ રોશન કરી દીધું.

કચ્છ

કચ્છ

આ પ્રમાણે લગભગ છેલ્લા આઠસો વર્ષથી આ અષાઢીબીજનું પર્વ સમગ્ર કચ્છ રાજયમાં ધામધૂમથી ઉત્સાહપૂર્વક ‘નૂતન વર્ષારંભ તરીકે ઉજવવામાં આવે છે. તો કચ્છ બહાર સ્થાયી થયેલા દેશ-પરદેશનાં કચ્છીઓ, અષાઢી બીજના પર્વ પર બહુ ઉત્સાહપૂર્વક પોતાનાં મંદિરે- વતનનો આ મોટો અને મુખ્ય તહેવાર ઉજવીને, પોતાની માતૃભૂમિ કચ્છને વંદન કરે છે.

કચ્છી માડુઓ ના ખમીર થી તો લગભગ બધાજ વાકેફ છે, ભૂકંપ, દુષ્કાળ, વાવાઝોડા, પથરાળ જમીન માં વરસાદ વગર વાવેતર જેવી અનેક કુદરતી આફતો સામે અડીખમ ઉભેલા ખમીરવંતી પ્રજાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી  ભુપેન્દ્ર  પટેલ રાજ્યસભા ના સાંસદ અને કોંગ્રેસ ના નેતા  શક્તિસિંહ ગોહિલ સહીત ના નેતાઓ એ કચ્છી માડુઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી, મંતવ્ય ન્યૂઝ પણ વિશ્વના ખૂણે ખૂણે વસતા કચ્છી માડુઓને શુભેચ્છા પાઠવે છે.

ગગન ગજ્જે ને મોરલા બોલેં..

મીં આયો, મીં આયો..

મથે ચમકેતી વીજ,

હાલો બેલી કચ્છડે મેં..

આવઇ પાંજી અષાઢી બીજ..

અષાઢી બીજ જી ધિલથી વધાયું!

આ પણ વાંચો :સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન