સ્માર્ટ સીટી/ સુરત સ્માર્ટ સીટીમાં ફરી એકવાર દેશમાં પ્રથમ સ્થાને,અમદાવાદ છઠ્ઠા નંબરે…

ભારત સરકારે તમામ સ્માર્ટ સીટીમાં ડાઇનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે.. દેશનાં 100 સ્માર્ટ શહેરમાં સુરત નંબર.1, તો અમદાવાદ 6ઠ્ઠા સ્થાને સ્થાન મળ્યું છે.

Top Stories Gujarat
2 6 સુરત સ્માર્ટ સીટીમાં ફરી એકવાર દેશમાં પ્રથમ સ્થાને,અમદાવાદ છઠ્ઠા નંબરે...

ભારતમાં સ્માર્ટ સીટીના રેન્કિંગમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે, દેશના સ્માર્ટ સીટીની રેન્કિંગમા ફરી એકવાર ગુજરાત રાજ્યનું ડાયમંડ સીટીએ પોતોના તાજ બરકરાર રાખ્યું છે. સુરત ફરી એકવાર દેશનું નંબર વન સ્માર્ટ શહેર બન્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સીટીમાં ડાઇનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે.. દેશનાં 100 સ્માર્ટ શહેરમાં સુરત નંબર.1, તો અમદાવાદ 6ઠ્ઠા સ્થાને સ્થાન મળ્યું છે.

ભારત સરકાર તમામ સ્માર્ટ સિટીમાં ડાઇનેમિક રેન્કિંગ પ્રોજેક્ટ, ગ્રાન્ટ વપરાશ જેવા માપદંડ આધારે નક્કી કરતું હોય છે. સુરતમાં 2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. જેમાં વહીવટી કામગીરી, નાણાકીય બાબત તેમજ પ્રોજેકટ પૂર્ણ કરી અમલીકરણ જેવા પરફોમન્સ આધારિત ગુણને ધ્યાનમાં લેવાયા હતા.

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ડાઇનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે, જ્યારે 120.39 સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે, 119.18 સ્કોર સાથે વારાણસી ત્રીજા ક્રમે, 117.05 સ્કોર સાથે ભોપાલ ચોથા ક્રમે અને 117.77 સ્કોર સાથે ઇન્દોર પાંચમા ક્રમે છે. 105.25 સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે. ડાઇનેમિક રેન્કિંગમાં ટોચના દસ શહેરોમાં સુરત અને અમદાવાદ સિવાય રાજ્યના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા, રાજ્ય સરકાર દ્વારા 25 ટકા અને સુરત મહાનગરપાલિકા દ્વારા 25 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. સુરત સ્માર્ટ સીટીએ આ પૈકી 75 ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે.