Not Set/ PM મોદી-શાહ સામે ચૂંટણીપંચના મૌન બાદ કોંગ્રેસની SCમાં અરજી, કાલે સુનાવણી

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનને મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્વ આ માટે સુપ્રીમમાં અરજી દાખલ કરીને ફરિયાદ કરી છે. ચૂંટણીમાં આ બન્ને નેતાઓ દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન બાદ પણ ચૂંટણીપંચે આ બન્ને વિરુદ્વ […]

Top Stories
Namo and Amit Shah PM મોદી-શાહ સામે ચૂંટણીપંચના મૌન બાદ કોંગ્રેસની SCમાં અરજી, કાલે સુનાવણી

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનને મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્વ આ માટે સુપ્રીમમાં અરજી દાખલ કરીને ફરિયાદ કરી છે. ચૂંટણીમાં આ બન્ને નેતાઓ દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન બાદ પણ ચૂંટણીપંચે આ બન્ને વિરુદ્વ કોઇ કાર્યવાહી નથી કરી તેવો સુષ્મિતા દેવે ફરિયાદમાં આરોપ કર્યો છે. કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ ચૂંટણીપંચ દ્વારા આ મામલે ઝડપી કાર્યવાહી કરાય તે માટે સુપ્રીમને અપીલ કરી હતી. સુપ્રીમમાં આ અંગે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.

જણાવી દઇએ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ચૂંટણીપ્રચારમાં સેનાના ઉલ્લેખને ટાંકીને વિપક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. આ બાદ રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પણ ચૂંટણીપંચનો ઉઘાડો લેતા તેને મૂકદર્શક ગણાવી હતી. ચૂંટણીપંચ ભાજપ મામલે મુક વધુ રહે છે તેવા પણ આરોપ લગાડ્યા હતા.

મતદાન બાદ મોદીના ભાષણને લઇને પણ ફરિયાદ

કોંગ્રેસનો આરોપ છે કે મોદીએ અમદાવાદમાં મતદાન બાદ રાજનૈતિક ભાષણ આપીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારા માટે ગૌરવપૂર્ણ બાબત છે કે મે મારા જ ગૃહરાજ્યમાં મતદાન કર્યું છે જેનાથી કુંભમાં સ્નાન જેવો આનંદ મળ્યો છે. આ સદી પ્રથમ વખત વોટ કરનારની છે. નવા મતદારો 100 ટકા મતદાન કરે.

ચૂંટણીપંચે સખ્તાઇ બતાવી 4 નેતાઓ પર કરી હતી કાર્યવાહી 

15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપ્રચારમાં નેતાઓના વિવાદિત નિવેદન પર ચૂંટણીપંચને ફટકાર લગાવી હતી. ત્યારબાદ ચૂંટણીપંચે સખ્તાઇ દર્શાવતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા પ્રમુખ માયાવતી પર 48 અને 72 કલાક માટે ચૂંટણીપ્રચાર પર રોક લગાવી હતી. તે સિવાય ભાજપ નેતા મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાન પર પણ ચૂંટણીપ્રચાર પર રોક લગાવી હતી.