Not Set/ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરિણામની શું અસર રહેશે?

અમદાવાદ: દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે આ ચૂંટણીના પરિણામોની જે તે રાજ્યોમાં શું અસર પડશે તે અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢમાં રાજસ્થાન સિવાય બંને રાજ્યોમાં ભાજપ એક દાયકા કરતા વધુ સમયથી સત્તા પર છે. જો કે આ રાજ્યોમાં એન્ટી ઇન્કમબન્સીને ધ્યાનમાં રાખવામાં […]

Top Stories India Trending Politics
What will be the impact of the results of the assembly elections of five states?

અમદાવાદ: દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે આ ચૂંટણીના પરિણામોની જે તે રાજ્યોમાં શું અસર પડશે તે અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

ખાસ કરીને મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢમાં રાજસ્થાન સિવાય બંને રાજ્યોમાં ભાજપ એક દાયકા કરતા વધુ સમયથી સત્તા પર છે. જો કે આ રાજ્યોમાં એન્ટી ઇન્કમબન્સીને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. ત્યારે આ રાજ્યોમાં જો ભાજપ સત્તા ગુમાવશે તો કોઈ નવાઈ નહિ ગણાશે. જો સત્તા જાળવી રાખે તો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વર્તમાન મુખ્યમંત્રીઓ યથાવત રહે તેવી સંભાવના છે.

મધ્યપ્રદેશ- ભાજપ જીતી તો સતત ચોથી વખત ચૂંટણી જીતશે. 13 વર્ષથી ચાલતુ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વ ફરી અખંડ રહેશે. ભાજપ હારશે તો કોંગ્રેસ 15 વર્ષ પછી પરત ફરશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અથવા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયામાંથી કોઈ એક સીએમ બનશે. તેમ છતાં અહી કોંગ્રેસની સરકાર બને તો રાહુલ ગાંધીની યુવા બ્રિગેડમાં રહેલા જ્યોતિરાદિત્ય મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ શકે છે.

રાજસ્થાન- ભાજપ જીતશે તો છેલ્લી પાંચ ચૂંટણીની જેમ દર વખતે સરકાર બદલાવવાનો 25 વર્ષ જૂનો  ટ્રેન્ડ ટૂટશે. ભૈરોસિંહ શેખાવત (1990 અને 1993) પછી એવું બીજી વખત થશે કે ભાજપ સત્તામાં રહેશે. કોંગ્રેસ જીતશે તો દર ચૂંટણીમાં સત્તા બદલાવવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. કોંગ્રેસમાંથી અશોક ગહેલોત અને સચિન પાયલટ બેમાંથી એક સીએમ બની શકે છે. જો કે કોંગ્રેસની સરકાર રચાશે તો સચિન પાયલટ મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના રહેલી છે.

છત્તીસગઢ- અહિયાં કોંગ્રેસ જીતશે તો છત્તીસગઢ રાજ્ય બન્યા બાદ રાજ્યમાં પહેલી વખત કોંગ્રેસની સરકાર બનશે. જો બસપાની મદદથી અજીત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢમાં જીતશે તો અજીત જોગી બીજી વખત સીએમ બની શકે છે. જો ભાજપ જીતશે તો તેઓ રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટણી જીતશે. 15 વર્ષથી સીએમ બની રહેલા ડૉ. રમણ સિંહ ફરી એક વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

મિઝોરમ-  દેશના પૂર્વોત્તર વિસ્તારમાં તેમની સત્તા ધરાવતું એક માત્ર રાજ્ય છે જો કોંગ્રેસ જીતશે તો તેને બચાવી લેશે. જો ભાજપ જીતશે તો પૂર્વોત્તર વિસ્તારનો કોંગ્રેસનો છેલ્લો ગઢ સમાન આ રાજ્યમાંથી પણ કોંગ્રેસની પાસેથી સત્તા છીનવાઈ જશે.

તેલંગાણા- દક્ષિણ ભારતના આ રાજ્યમાં તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) જીતશે તો રાજ્યમાં સતત બીજી વખત કે. ચંદ્રશેખર રાવ સીએમ બનશે. તેમની પાર્ટીને સીટ ઓછી મળશે તો રાજ્યમાં પહેલીવાર ગઠબંધનની સરકાર બનશે. જો ભાજપ જીતશે તો દક્ષિણ ભારતના કર્ણાટક બાદ આ રાજ્યમાં તેમની પહેલી સરકાર થશે. કોંગ્રેસ-ટીડીપીને જીત મળશે તો આ ગઠબંધનની પણ રાજ્યમાં પહેલી સરકાર બનશે.