Not Set/ યમનમાં Air Attacks માં શાળાનાં 29 બાળકો સહિત 50નાં મોત

ઉત્તરીય યમનના સાદા પ્રાંતના અશાંત વિસ્તારોમાં સાઉદી અરેબિયાના વડપણ હેઠળના સંયુકત દળોએ કરેલા ભયાનક હવાઇ હુમલા (Air Attacks) માં એક સ્કૂલ બસમાં સવાર ર૯ જેટલાં માસૂમ બાળકો સહિત કુલ પ૦નાં મોત થયાં હતાં. જયારે અન્ય ૭૭ વ્યક્તિઓ ઘાયલ થયા છે. સાદા પ્રાંતમાં આરોગ્ય વિભાગના વડા અબ્દુલ ગની નાયેબે જણાવ્યું હતું કે, સાઉદીના વડપણ હેઠળના લશ્કરી […]

Top Stories World Trending
50 dead, including 29 school children in Air Attacks in Yemen

ઉત્તરીય યમનના સાદા પ્રાંતના અશાંત વિસ્તારોમાં સાઉદી અરેબિયાના વડપણ હેઠળના સંયુકત દળોએ કરેલા ભયાનક હવાઇ હુમલા (Air Attacks) માં એક સ્કૂલ બસમાં સવાર ર૯ જેટલાં માસૂમ બાળકો સહિત કુલ પ૦નાં મોત થયાં હતાં. જયારે અન્ય ૭૭ વ્યક્તિઓ ઘાયલ થયા છે.

સાદા પ્રાંતમાં આરોગ્ય વિભાગના વડા અબ્દુલ ગની નાયેબે જણાવ્યું હતું કે, સાઉદીના વડપણ હેઠળના લશ્કરી દળોએ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં શાળાના બાળકોને લઇને જતી એક સ્કૂલ બસને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં બસમાં સાવર ર૯ માસૂમ બાળકોના મોત થયાં હતાં.

સંયુક્ત દળોના આ હવાઇ હુમલામાં કુલ 50 વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. ગઠબંધન દળો હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ લડી રહેલ યમન સરકારનું સમર્થન કરનાર છે.

યમનની સરકારી ન્યૂઝ એજન્સી એસપીએ ઇરાનના સમર્થિત હુથી વિદ્રોહીઓ સામે લડી રહેલા પશ્ચિમ સમર્થિત સંયુકત દળોને ટાંકીને જણાવાયું હતું કે, સાઉદી અરેબિયાના ઔદ્યોગિક શહેર જિજાનમાં મિસાઇલ લોન્ચરને નિશાન બનાવીને હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા

જેમાં યમનના એક નાગરિકનું પણ મોત થયું હતું. સંયુકત દળોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, હુથી વિદ્રોહીઓ બાળકોને ઢાલ બનાવીને તેમનો ઉપયોગ કરી રહ્યા હતા. જેના કારણે આ હુમલામાં ર૯ જેટલાં બાળકો મોતને ભેટયાં છે.

રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ જણાવ્યું હતું કે, હુથીના ગઢ મનાતા સાદામાં બાળકોની ભરેલી બસ હુમલાની ચપેટમાં આવી ગઇ હતી. રેડક્રોસ સમિતિએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, યમનમાં અમારી ટીમની સહાયતાથી એક હોસ્પિટલમાં ૧પ વર્ષ સુધીનાં ર૯ બાળકોનાં મૃતદેહો પહોંચાડવામાં આવ્યા હતા. હુથીના અલ મસરિયાહ ટીવીએ જણાવ્યું હતું કે, આ હુમલામાં પ૦ લોકોનાં મોત થયાં છે જ્યારે અન્ય ૭૭ વ્યક્તિઓ ઘાયલ થયા છે.