Food Waste/ ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટના આ 3 આંકડાએ સૌનું ધ્યાન ખેંચ્યું, જાણો ભારતની સ્થિતિ

પરિવારોમાં ખોરાકનો વધુ બગાડ- 63.1 કરોડ ટન એટલે કે 60 ટકા અનાજનો બગાડ પરિવારોમાં થાય છે. 29 કરોડ ટન ખાવાનું ફૂડ સર્વિસ સેક્ટર અને 13 કરોડ…………..

Top Stories World
Beginners guide to 2024 03 29T135735.307 ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટના આ 3 આંકડાએ સૌનું ધ્યાન ખેંચ્યું, જાણો ભારતની સ્થિતિ

New Delhi News: સંયુક્ત રાષ્ટ્ર (United Nation) ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ 2024 પ્રકાશિત કર્યો છે. વર્ષ 2022નો ડેટા લેવામાં આવ્યો છે. 2022માં વિશ્વભરમાં 1.05 અબજ ટન અનાજનો બગાડ થયો હતો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ફક્ત ધનવાન દેશોમાં જ અનાજનો બગાડ થાય છે તેવું નથી પરંતુ નાના અને ગરીબ દેશોમાં પણ એટલો જ બગાડ થાય છે. જોકે, શહેરો કરતાં ગામડાઓમાં અનાજનો બગાડ ઓછો થાય છે. અનાજનો ઓછો બગાડ થવાનું મુખ્ય કારણ ગામડાઓમાં પાલતુ પ્રાણીઓ વધારે હોવાથી ખોરાકનો બગાડ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે.

Food waste: The biggest loss could be what you choose to eat

ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટના આ 3 આંકડાએ સૌનું ધ્યાન ખેંચ્યું

  • દર વર્ષે પ્રતિ વ્યક્તિ સરેરાશ 79 કિલો અનાજનો બગાડ કરે છે.
  • વિશ્વભરમાં વર્ષે 1 અબજ ટનથી વધુ અનાજનો વેસ્ટ થાય છે.
  • આજે પણ દુનિયામાં 80 કરોડ જેટલા લોકો ભૂખ્યા સૂવા મજબૂર છે.

5 મહત્વના મુદ્દાઓ

19% અનાજનો બગાડ 2022માં વર્ષમાં 1.05 અબજ ટન ખોરાકનો બગાડ થયો હતો. અર્થત, જેટલું ખાવાનું લોકો માટે ઉપલબ્ધ હતું તેમાંથી 19 ટકાનો બગાડ થયો હતો. એ રીતે વર્ષમાં 1 ટ્રિલિયન ડોલર (84 લાખ કરોડ) રૂપિયાનું અનાજનો બગાડ થયો.

પરિવારોમાં ખોરાકનો વધુ બગાડ- 63.1 કરોડ ટન એટલે કે 60 ટકા અનાજનો બગાડ પરિવારોમાં થાય છે. 29 કરોડ ટન ખાવાનું ફૂડ સર્વિસ સેક્ટર અને 13 કરોડ ટન રિટેલ ક્ષેત્રમાં બગાડ થાય છે.

પ્રતિ વ્યક્તિ સરેરાશ 79 કિલો અનાજનો બગાડ- 2022માં પ્રતિ વ્યક્તિ સરેરાશ 79 કિલો અનાજનો બગાડ થયો હતો. ધનવાન દેસોની તુલનામાં ગરીબ દેશોમાં 7 કિલો ઓછા ખોરાકનો બગાડ થયો હતો.

80 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે– અંદાજે 78.3 કરોડ લોકો ભૂખ્યા સૂવા મજબૂર થાય છે. એટલું જ નહીં, વિશ્વભરમાં 1/3 લોકો ભૂખમરાથી પીડાય છે.

અનાજની ક્લાઈમેટ પર અસર અનાજના બગાડથી ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન 8 થી 10 % વધી ગયું છે.

With 783 million people going hungry, a fifth of all food goes to waste: UN  Report - Farmer News: Government Schemes for Farmers, Successful Farmer  Stories

ભારતીયો અનાજનો કેટલો બગાડ કરે છે?

યુએનના રિપોર્ટ મુજબ દર વર્ષે સરેરાશ 55 કિલો અનાજ બગડે છે. ભારતીય ઘરોમાં 7.81 કરોડ ટનથી વધુ અનાજ બગડ્યો છે. ભારતમાં પડોશી દેશોમાં ચીનમાં 10.86 કરોડ ટન સૌથી વધુ અનાજનો બગાડ થયો છે. પાકિસ્તાનમાં 3.07 કરોડ ટન, બાંગ્લાદેશમાં 1.41 કરોડ ટન, અફઘાનિસ્તાન, 52.29 લાખ ટન વગેરે.

સમસ્યાનું નિરાકરણ

ઘણા દેશો અનાજનો બગાડ રોકવાના પ્રયાસો કરી રહ્યા છે. બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા સહિત કેટલાક દેશોમાં અનાજનો બગાડ ઓછો થયો છે. અનાજનો બગાડ ઓછો કરવા ફૂડ બેંકિંગ અનોખું મોડલ છે. કેમકે, ફૂડ બેંક ઉત્પાદકો, ખેડૂતો, રિટેઈલર્સ, ફૂડ સર્વિસ સેક્ટરની સાથે મળીને કામ કરે છે. તેમજ જરૂરરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર