Covid-19/ હવે ચિંતા વિના પ્રવાસ કરી શકશો તમે, ઓસ્ટ્રેલિયાએ ભારતની સ્વદેશી કોરોના રસી Covaxin ને આપી મંજૂરી

ઓસ્ટ્રેલિયાએ ભારતનાં સ્વદેશી COVID-19 રસી કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે ભારત બાયોટેકની રસી ‘Covaxin’ ને માન્યતા આપી છે. થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ રસીને ‘માન્યતા’ આપવાનો નિર્ણય કર્યો છે.

Top Stories World
કોવેક્સિન

ઓસ્ટ્રેલિયાએ ભારતનાં સ્વદેશી COVID-19 રસી કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે ભારત બાયોટેકની રસી ‘Covaxin’ ને માન્યતા આપી છે. કોવેક્સિન માટે ઓસ્ટ્રેલિયાની મંજૂરી એવા સમયે આવી છે જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવેક્સિન માટે બહુપ્રતીક્ષિત ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL) પર નિર્ણય લેવા માટે વધારાનાં ડેટાની માંગ કરી છે.

આ પણ વાંચો – અહેવાલ / NCRBના રિપોર્ટમાં ખુલાસો દેશમાં પ્રતિદિન 31 બાળકોએ કરી રહ્યા છે આત્મહત્યા,કોરોનાના લીધે માનસિક તણાવ

આપને જણાવી દઇએ કે, થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ રસીને ‘માન્યતા’ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત જે લોકોને રસી આપવામાં આવી છે તેઓએ સંપૂર્ણ રસીકરણ મેળવ્યું હોવાનું માનવામાં આવશે. 12 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં યાત્રીઓ દેશમાં પ્રવેશ મેળવી શકશે. ભારત માટે આ એક મોટો નિર્ણય છે. કોવિશિલ્ડ પછી ભારતમાં આ રસીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાનાં આ નિર્ણયથી એવા લોકોને ઘણી રાહત મળશે જેઓ રસી લીધા પછી ઓસ્ટ્રેલિયા જવાના છે. જણાવી દઇએ કે, WHO ની 26 ઓક્ટોબરનાં રોજ બેઠક મળી હતી અને અંતિમ ‘જોખમ-લાભ મૂલ્યાંકન’ કરવા માટે વધુ ટેકનિકલ વિગતોની માંગણી કરીને Covaxin ને EUL આપવામાં વિલંબ કર્યો હતો. ભારત બાયોટેકની રસીનાં અંતિમ મૂલ્યાંકન માટે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં નિષ્ણાતો 3 નવેમ્બરે મળશે.

આ પણ વાંચો – ગજબ ફેશન / ફેશન ડિઝાઈનર પત્નીએ ઘરમાં પડેલા ખરાબ માસ્કમાંથી બનાવ્યું સ્ટાઈલિશ આઉટફિટ, હર્ષ ગોયનકાએ આ રીતે કર્યા વખાણ

ભારત બાયોટેકની કોવેક્સીન રસીને ક્વોરેન્ટિનની જરૂરિયાત વિના ઓમાનની મુસાફરી માટે મંજૂર કરાયેલી COVID-19 રસીની સૂચિમાં સામેલ કરવામાં આવી છે. ભારત બાયોટેકે ટ્વિટર પર લખ્યું, ‘કોવેક્સિન રસી હવે ઓમાનની મુસાફરી માટે ક્વોરેન્ટિનની જરૂરિયાત વિના મંજૂર કોવિડ-19 રસીની સૂચિમાં સામેલ છે. આનાથી ભારતથી ઓમાન જતા પ્રવાસીઓને સુવિધા મળશે જેમને રસી મળી છે.