Not Set/ કુંભની તૈયારીઓએ બનાવી લીધો આ વર્લ્ડ રેકોર્ડ, વાંચો આટલા કરોડનો થશે ખર્ચો

કુંભના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં પ્રયાગરાજમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. દુનિયાભરથી લોકો આ મેળામાં આવે છે તે લોકોને અગવડ ન પડે તેનું ધ્યાન અહી રાખવામાં આવે છે. માત્ર મેળા માટે જ ૨૫૦ કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો છે અને કુલ ૨૨ બ્રિજનું […]

Top Stories India Trending
somwati amawasya snan 1467641471 કુંભની તૈયારીઓએ બનાવી લીધો આ વર્લ્ડ રેકોર્ડ, વાંચો આટલા કરોડનો થશે ખર્ચો

કુંભના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં પ્રયાગરાજમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. દુનિયાભરથી લોકો આ મેળામાં આવે છે તે લોકોને અગવડ ન પડે તેનું ધ્યાન અહી રાખવામાં આવે છે.

માત્ર મેળા માટે જ ૨૫૦ કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો છે અને કુલ ૨૨ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ તૈયારીઓ સાથે પ્રયાગરાજ દુનિયાભરનું સૌથી મોટું અસ્થાયી શહેર બની ગયું છે. કરોડો શ્રદ્ધાળુને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે.

૪૦,૦૦૦ એલઈડી બલ્બની સુવિધા 

સોમવારે ઉત્તર પ્રદેશની સરકારે જણાવ્યું હતું કે પ્રયાગરાજ દુનિયાનું સૌથી મોટું અસ્થાયી શહેર બની ગયું છે. કુંભ મેળામાં એવું પ્રથમ વખત થઇ રહ્યું છે કે અહિયાં આશરે ૪૦ હજાર એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે યુનેસ્કોએ કુંભના મેળાને માનવ જાતિનો સૌથી મોટા સાસ્કૃતિક વારસાનું બિરુદ આપ્યું છે. આ વખતે યોગી સરકારને કુંભના મેળામાં દેશભરમાંથી કુલ ૬ લાખ શ્રધ્ધાળુઓ અને આશરે ૫૦૦૦ એનઆરઆઈ આવશે તેવી આશા છે.

૪૫૦ વર્ષમાં પ્રથમ વખત કરી શકાશે આ કામ 

આ ઉપરાંત ૪૫૦ વર્ષમાં એવું પ્રથમ વખત થશે કે અહી આવનારા શ્રદ્ધાળુઓ અક્ષય વટ અને સરસ્વતી કૂપના દર્શન પણ કરી શકશે અને પૂજા પણ કરી શકશે.

કુંભના મેળાનું આયોજન ત્રિવેણી સંગમ પર કરવામાં આવે છે, પરંતુ આખું પ્રયાગરાજ તેની સાથે જોડાયેલું હોય છે. શ્રદ્ધાળુની સુવિધાને જોઈને ધ્યાનમાં રાખીને બસ સેવા, હવાઈ સેવા અને નૌકાની વ્યવસ્થાનો પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

૨૮૦૦ કરોડનું બજેટ પ્લાન 

વર્ષ ૨૦૧૯નું કુંભના મેળાના આયોજન માટે ૨૮૦૦ કરોડ રૂપિયાના બજેટનો પ્લાન કરવામાં આવ્યો છે.  વર્ષ ૨૦૧૩ દરમ્યાન કુંભના આયોજન માટે ૧૨૧૪ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.