રિલાયન્સનું ફેશન હાઉસ/ AJSKમાં 51 ટકા ભાગીદારી ખરીદશે રિલાયન્સ બ્રાન્ડ્સ

આરબીએલ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપની છે અને તેણે 2007માં ફેશન અને જીવનશૈલીની લક્ઝરીથી માંડીને પ્રીમિયમ સેગમેન્ટમાં..

Top Stories Business
રિલાયન્સ

અગ્રણી ફેશન બ્રાન્ડ અબુ જાની સંદીપ ખોસલા (AJSK)માં 51% સ્ટેક માટે રોકાણ  કરવા એક કરાર રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ દ્વારા સાઇન કરાયો છે. આ કરાર સાથે ભારત અને સમગ્ર વિશ્વમાં 35 વર્ષ જૂના કૂટ્યુઅર હાઉસના ગ્રોથના પ્લાનને વેગ મળશે. મુંબઈ સ્થિત, અબુ જાની અને સંદીપ ખોસલા  ભારતના પ્રીમિયર કૂટ્યુઅરર છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં તેમને 1986માં શરૂઆત કરી હતી અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત છે. હાઇ ફેશન માટે ટ્રેન્ડસેટર્સ અને તેઓ મિરરવર્ક, ક્રશ્ડ કોટન અને સિલ્ક, ચિકનકારી અને ખાદીને કૂટ્યુઅર તરીકે સારી રીતે રજૂ કરે છે. આજે માર્કેટમાં AJSK લેબલ શ્રેષ્ઠ ગણાય છે. હવે રિલાયન્સ તેને કવર કરશે.

આ બાબતે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “પોતાની સુંદર કારીગરી માટે ભારતમાં અગ્રણી ગણાતી કૂટ્યુઅર્સ સાથે જોડાવું રોમાંચક અનુભવ છે ઉપરાંત આ કરારથી ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીને એક નવું અને મજબૂત આપશે. એક નવો ટ્રેન્ડ સેટ કરવામાં છેલ્લા ત્રણ દાયકાથી અબુ સંદીપ સફળ રહ્યા છે. હવે એ સમય આવી ગયો છે કે દેશ વિદેશમાં ખૂણે ખૂણે આ લકઝરી અને યુનિક બ્રાન્ડ પહોંચે. અમારું આ નવું વેન્ચર વૈશ્વિક લેવલે નવા રેકોર્ડ બનાવશે. જ્યારે અબુ સંદીપે આ અંગે જણાવ્યું હતું કે, અમે હમેશા પરંપરાને મહત્વ આપીએ છીએ. આટલા વર્ષોથી અમે સુંદર અને પારંપરિક કારીગરી આપતા રહ્યા છીએ. જ્યારે હવે રીલાયન્સ બ્રાન્ડસ સાથે મળીને હસ્તકલાને એક નવી જ ઊચાઇએ પહોંચાડીશું.

ઉલ્લેખનીય છે કે આરબીએલ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપની છે અને તેણે 2007માં ફેશન અને જીવનશૈલીની લક્ઝરીથી માંડીને પ્રીમિયમ સેગમેન્ટમાં વૈશ્વિક બ્રાન્ડ્સ શરૂ કરવા અને તેનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે શરૂઆત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં આરબીએલએ સ્વદેશી ભારતીય ડિઝાઇનર બ્રાન્ડના નિર્માણ અને સંચાલનમાં પણ રોકાણ કર્યું છે. તેની બ્રાન્ડ ભાગીદારીના તેના વર્તમાન પોર્ટફોલિયોમાં અરમાની એક્સચેન્જ, બેલી, બોટેગા વેનેટા, બ્રુક્સ બ્રધર્સ, બર્બેરી, કેનાલી, કોચ, ડિઝલ, ડુન, ઇએ, એમ્પોરિયો અરમાની, એરમેનેજિલ્ડો ઝેગના, જી-સ્ટાર રો, ગેસ, જ્યોર્જિયો અરમાની, હેમ્લેસ, હ્યુગો બોસ, હન્કેમોલર, આઇકોનિક્સ, જિમ્મી ચુ, કેટ સ્પેડ ન્યૂયોર્ક, મનીષ મલ્હોત્રા, માઇકલ કોર્સ, મધરકેર, મુજી, પોલ એન્ડ શાર્ક, પોલ સ્મિથ, પોટરી બાર્ન, પોટરી બાર્ન કિડ્સ, રાઘવેન્દ્ર રાઠોડ, રિપ્લે, સાલ્વાટોર ફેરાગામો, સત્યા પોલ, સ્ટીવ મેડન, સુપરડ્રી, સ્કોચ એન્ડ સોડા, ટિફની એન્ડ કંપની, ટોરી બર્ચ, તુમી, વર્સેસ, વિલેરોય એન્ડ બોચ અને વેસ્ટ એલ્મ સામેલ છે.

આ પણ વાંચો : આ 4 શહેરોમાંથી ટૂંક સમયમાં શરૂ થશે હવાઈ સેવા, પ્રવાસન વિકાસ માટે હેલીપોર્ટ બનાવવામાં આવશે

મંતવ્ય