Air India/ 72 કલાક સુધી ઉંઘ્યો નથી, દબાણમાં આવીને માફી માંગી, શંકર મિશ્રાના પિતાએ આપ્યું નિવેદન

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રાના પિતા હવે પોતાના પુત્રના બચાવમાં સામે આવ્યા છે. તેમણે કહ્યું કે તેમના પુત્રને ખબર નથી કે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની…

Top Stories India
Shankar Mishra Father Speech

Shankar Mishra Father Speech: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રાના પિતા હવે પોતાના પુત્રના બચાવમાં સામે આવ્યા છે. તેમણે કહ્યું કે તેમના પુત્રને ખબર નથી કે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શું થયું હતું. આરોપી શંકરના પિતા શ્યામ નવલ મિશ્રાએ જણાવ્યું હતું કે મારો પુત્ર 72 કલાકથી ઉંઘ્યો નથી. તે સાન ફ્રાન્સિસ્કોથી ન્યુયોર્ક થઈને મુંબઈ આવી રહ્યો હતો. તેણે ફ્લાઈટમાં થોડો દારૂ પીધો અને ઊંઘી ગયો. તે જાણતો નથી કે પછી શું થયું.

તેમણે કહ્યું કે મીડિયાએ જે રીતે આ મામલો ઉઠાવ્યો છે તેનાથી હું ચિંતિત છું. વાસ્તવિક ચિત્ર હજુ સામે આવ્યું નથી. મારા દીકરાને ખબર જ ન હતી કે શું થયું? તેણે કંઈ કર્યું નથી. આનો કોઈ રેકોર્ડ પણ નથી. મારો પુત્ર 34 વર્ષનો છે જ્યારે તે મહિલાની ઉંમર 72 વર્ષની છે. તે મારા પુત્ર માટે માતા સમાન છે. શું કોઈ તેની માતા સાથે આવું કરી શકે? મારા દીકરાએ કંઈ કર્યું નથી. તેણે આ બધું દબાણ હેઠળ માફી માંગી. મહિલાએ પૈસાની માંગણી કરી હતી, કેટલીક બાબતો વણઉકેલાયેલી રહી હશે, જેના કારણે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેણે મહિલાને 15 હજાર રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ બાદમાં મહિલાની પુત્રીએ પૈસા પરત કરી દીધા હતા. જણાવી દઈએ કે આ મામલામાં શંકર મિશ્રાને તેમની કંપની વેલ્સ ફાર્ગોએ ટર્મિનેટ કરી દીધા છે. તો દિલ્હી પોલીસે આ મામલે ગઈકાલે એર ઈન્ડિયા સ્ટાફને બોલાવ્યા હતા.

આ પણ વાંચો: Taiwan/આ કેવી દુશ્મની? તાઈવાને તેની સૌથી શક્તિશાળી મિસાઈલનો એક ભાગ સમારકામ માટે ચીનને મોકલ્યો

આ પણ વાંચો: Corona Virus/કોવિડ-19થી સંક્રમિત પુરુષોમાં અન્ય રોગોના પ્રતિભાવ અંગે આશ્ચર્યજનક પરિણામો: સંશોધન

આ પણ વાંચો: Nepal Bus Accident/નેપાળમાં ભયાનક બસ અકસ્માતમાં છ મુસાફરોના મોત, 18 ઘાયલ