એન્કાઉન્ટર/ પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર,સર્ચ આપરેશન શરૂ

ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરીએ શ્રીનગરની બહારના હરવનમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક ખતરનાક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો

Top Stories India
encounter પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર,સર્ચ આપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ અંગે માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું પરંતુ જ્યારે તેઓ રાજી ન થયા તો એન્કાઉન્ટર શરૂ થયું છે, રાજ્યમાં આતંકવાદને ખતમ કરવા માટે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઓપરેશનમાં  મોટી સફળતા મળી હતી    ગઈકાલે શ્રીનગરમાં સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા

જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરીએ શ્રીનગરની બહારના હરવનમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક ખતરનાક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે એક ટ્વિટમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સલીમ પારે તરીકે કરી હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.

ટ્વીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અન્ય એક આતંકવાદી પણ માર્યો ગયો છે. જોકે, બાદમાં માત્ર સલીમની જ હત્યા થઈ હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની આતંકવાદી હાફિઝ ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ તેને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ જ અભિયાન દરમિયાન હાફિઝનું પણ મોત થયું હતું. પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે હાફિઝ ઉર્ફે હમઝા બાંદીપોરામાં બે પોલીસકર્મીઓની હત્યા સહિત અન્ય આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે.