નોઇડા/ સુપ્રિમ કોર્ટની ચેતવણી બાદ આમ્રપાલીના ઘર ખરીદનારાઓને રાહત, છ બેન્કો ભંડોળ માટે તૈયાર

NBCC અનુસાર, જો 200 કરોડ રૂપિયાનું ભંડોળ કરવામાં આવે તો નોઈડા અને ગ્રેટર નોઈડામાં અધૂરા મકાનોનું નિર્માણ પૂર્ણ થશે

Top Stories
લલલલ સુપ્રિમ કોર્ટની ચેતવણી બાદ આમ્રપાલીના ઘર ખરીદનારાઓને રાહત, છ બેન્કો ભંડોળ માટે તૈયાર

સુપ્રીમ કોર્ટે શુક્રવારે  આમ્રપાલીના વિવિધ પ્રોજેક્ટ્સના ઘર ખરીદનારાઓને કડક ભાષામાં ઝાટકણી કાઢતા  તેમને બાકી રકમ જમા કરવા માટે અંતિમ ચેતવણી આપી હતી. સર્વોચ્ચ અદાલતે દરેકને 15 ઓક્ટોબર સુધીમાં નક્કી કરેલી ચુકવણી યોજના મુજબ બાકી રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

એમ પણ કહ્યું કે આમ કરવામાં નિષ્ફળ જતા ખરીદદારોને કરવામાં આવેલી ફ્લેટની ફાળવણી રદ કરવામાં આવશે. કોર્ટના આ નિર્ણયની અસર નોઈડા અને ગ્રેટર નોઈડામાં આમ્રપાલીના 2000 થી 2500 ઘર ખરીદનારાઓ પર  પડશે. ન્યાયમૂર્તિ યુયુ લલિત ઘરના ખરીદદારો દ્વારા સમયસર કબજો મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહ્યા હતા.

જ્ર્યારે ઘર ખરીદનારાઓના વકીલ એમએલ લાહોટીએ બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે NBCC અનુસાર, જો 200 કરોડ રૂપિયાનું ભંડોળ કરવામાં આવે તો નોઈડા અને ગ્રેટર નોઈડામાં અધૂરા મકાનોનું નિર્માણ પૂર્ણ થશે અને ખરીદદારોને ડિસેમ્બર 2021 સુધીમાં મકાન મળી જશે. આના પર, સુપ્રીમ કોર્ટે તે તમામ ખરીદદારોને 15 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો જેમણે તેમના પર બાકી લેણાં ચૂકવ્યા નથી. લોહાટીએ કોર્ટને કહ્યું કે છ બેન્કો આમ્રપાલીના પ્રોજેક્ટ્સ માટે ભંડોળ આપવા તૈયાર છે. કોર્ટે આ બેન્કો પાસેથી એક સપ્તાહમાં જવાબ માંગ્યો છે. કોર્ટ હવે 13 સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી કરશે.