Rajkot/ સમરથ કો નહી દોષ ગુંસાઈજી : સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપના ત્રીજા મંત્રી કોરોના સંક્રમિત

રાજકોટ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ના સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ રાજકોટ ભાજપના ત્રીજા નેતા કોરોનાની ઝપેટે ચડ્યાં અને સંક્રમિત થયા છે. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલાનો કોરોના

Top Stories
1

રાજકોટ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ના સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ રાજકોટ ભાજપના ત્રીજા નેતા કોરોનાની ઝપેટે ચડ્યાં અને સંક્રમિત થયા છે. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓને હોમ કવોરેનટાઈન કરાયા છે.જ્યારે આ પહેલા જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખ રામાણી અને પૂર્વ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે ત્રીજા નેતા પણ કોરોના સંક્રમિત બન્યા છે ત્યારે શહેરના સામાન્ય લોકોમાં ચર્ચા થઈ રહી છે કે “સમરથ કો નહી દોષ ગુંસાઈજી” એટલે કે સામાન્ય પ્રજાને જ્યારે માસ્ક અને સામાજિક અંતર સહિતની કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું હોય છે ત્યારે નેતાઓને કોઈપણ નિયમો નડતા નથી, તેમજ કોરોના ની ગાઈડલાઈનના લીરેલીરા ઉડતા જોવા મળતા હોય છે છતાં તેમની સામે કોઇ વાંધો ઉઠાવતા નથી.

1
2

National / આવતીકાલે દેશનાં પાંચ રાજ્યોમાં ઉપલબ્ધ થશે ડિજિટલ વોટર આઇડી કાર્ડ, જાણો કઈ રીતે પ્રાપ્ત થશે

રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે રાજકોટમાં કોરોનાવાયરસની ગતિ પહેલા કરતા ધીમી પડી રહી છે અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 14,963 પર પહોંચ્યો છે જ્યારે બપોર સુધીમાં 18 કેસ નોંધવામાં આવ્યા છે. રાજકોટમાં અલગ અલગ હોસ્પિટલમાં 66 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી કોરોના સંક્રમિત બન્યા છે જેથી સામાન્ય લોકોમાં ફરી એક વખત પાટીલ માટે રોષ જોવા મળી રહ્યો છે.

1
2

Constitution Of India / તમે જાણો છો…અહીં, આ રીતે સાચવવામાં આવી રહી છે આપણા દેશના બંધારણની મૂળ નકલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…