કૃષિ આંદોલન/ ખેડૂતોને શરતો સાથે ટ્રેક્ટર રેલીની મળી પરવાનગી

દિલ્હી-એનસીઆરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને 2 મહિના પૂર્ણ થવા જઈ રહ્યા છે…..

India
Untitled 94 ખેડૂતોને શરતો સાથે ટ્રેક્ટર રેલીની મળી પરવાનગી

દિલ્હી-એનસીઆરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને 2 મહિના પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે આ આંદોલનને ખેડૂતો વધુ વેગ આપવા 26 મી જાન્યુઆરીનાં રોજ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાની ઘોષણા કરી ચુક્યા છે. ત્યારે આ રેલી નિકળશે કે નહી, તેમને પરવાનગી મળશે કે નહી તે અંગે સતત દેશમાં ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આજે આ ટ્રેક્ટર રેલી અંગે દિલ્હી પોલીસનાં સ્પેશલ કમિશનરે મીડિયા સમક્ષ ખાસ વાત કરી હતી.

આપને જણાવી દઇએ કે, ટ્રેક્ટર રેલી અંગે દિલ્હી પોલીસનાં સ્પેશલ કમિશનરે કહ્યું કે, આજે ખેડૂતો સાથે સારો સંવાદ રહ્યો. દિલ્હીમાં ત્રણ સ્થળોએથી ટ્રેક્ટર રેલીની મંજૂરી છે. આ ત્રણ સરહદો પર બેરિકેડ્સ દૂર કરવામાં આવશે. આ પરવાનગી અમુક શરતો સાથે આપવામાં આવી છે. આ રેલીમાં ખલેલ અંગે પણ માહિતી મળી છે. અમારી નજર પાકિસ્તાનનાં કેટલાક ટ્વિટર હેન્ડલ્સલ પર છે. આ ઉપરાંત દિલ્હી પોલીસનાં વિશેષ કમિશનરે કહ્યું કે, તમામ મુદ્દાઓ પર ખેડૂતો સાથે વાતચીત થઈ છે. ટ્રેક્ટર રેલીમાં ખલેલને લઈને પાકિસ્તાનથી ટ્વિટર હેન્ડલ્સ ચલાવવામાં આવી રહ્યા છે. 308 ટ્વિટર હેન્ડલ્સ વિશેની માહિતી મળી છે.

આપને જણાવી દઇએ કે, આંદોલનનો આજે 58 મો દિવસ છે. 26 નવેમ્બરથી, ખેડૂત ત્રણ કૃષિ કાયદાને રદ કરવા અને એમએસપીની બાંહેધરી આપવાની માંગ સાથે દિલ્હી એનસીઆરની સરહદે હડતાલ કરી રહ્યા છે. સરકારે આ કાયદાને 18 મહિના માટે બંધ કરવા સંમતિ આપી છે, પરંતુ ખેડૂતો કાયદો રદ કરવા સિવાય કંઇ જ ઇચ્છતા નથી. ખેડૂતોએ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડ પર દિલ્હીનાં રીંગરોડમાં એક વિશાળ ટ્રેક્ટર રેલી કાઠવાની જાહેરાત કરી હતી.

કૃષિ આંદોલન / પ્રિયંકાનો મોદી સરકાર પર શાંબ્દિક હુમલો, દેશનાં પૈસા અબજોપતિઓનાં નામે કરી રહી છે સરકાર

UP / યુપીના સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું – રાજ્ય સ્વનિર્ભર ભારત નિર્માણમાં ભજવી રહ્યું છે મહત્વની ભૂમિકા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો