Not Set/ પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્યોની પેટા ચૂંટણીની કરવામાં આવી જાહેરાત

ભારતના ચૂંટણી પંચે શનિવારે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો માટે 12 એપ્રિલે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે

Top Stories India
4 21 પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્યોની પેટા ચૂંટણીની કરવામાં આવી જાહેરાત

ભારતના ચૂંટણી પંચે શનિવારે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો માટે 12 એપ્રિલે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં પશ્ચિમ બંગાળની બે અને મહારાષ્ટ્ર, બિહાર અને છત્તીસગઢની એક-એક સીટનો સમાવેશ થાય છે. આમાં પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પણ સામેલ છે, જે બાબુલ સુપ્રિયોના કારણે ખાલી પડી હતી. આ ચૂંટણીના પરિણામો 16 એપ્રિલે જાહેર થશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બાબુલ સુપ્રિયોએ પોતાની લોકસભા સીટ આસનસોલથી રાજીનામું આપ્યું હતું. સાંસદ તરીકે રાજીનામું આપ્યા બાદ સુપ્રિયોએ કહ્યું કે તેઓ ભારે હૈયે ભાજપને અલવિદા કહી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ સાથે કરી હતી. બાદમાં તેઓ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા. ટીએમસીમાં જોડાયા બાદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે તેમને રાજનીતિમાં મોટી તક મળી, પરંતુ હવે તેઓ ટીએમસીમાં જોડાઈ ગયા છે. આવી સ્થિતિમાં તેઓ આસનસોલ બેઠક પર સાંસદ તરીકે ચાલુ રહી શકે તેમ નથી.હવે તેમની ખાલી પડેલી લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.

આ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
– પશ્ચિમ બંગાળ બલીગંજ-161 વિધાનસભા સીટ

– છત્તીસગઢની ખૈરાગઢ-73 વિધાનસભા સીટ

– બિહારની 91-બોચાહન વિધાનસભા સીટ

મહારાષ્ટ્રની કોલ્હાપુર-276 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે.

સૂચના જારી કરવાની તારીખ: 17 માર્ચ 2022

નામાંકન માટેની છેલ્લી તારીખ: 24 માર્ચ 2022

નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 28 માર્ચ 2022

મતદાન તારીખ: 12 એપ્રિલ 2022

ગણતરી તારીખ: 16 એપ્રિલ 2022

આ ચૂંટણીના પરિણામો 16 એપ્રિલે જાહેર થશે.