Not Set/ લો બોલો!! હવે સિંગાપુરમાં મળ્યો નવો વેરિઅન્ટ, મોટી સંખ્યામાં બાળકો થઇ રહ્યા છે સંક્રમિત

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર કહેર વરસાવી રહી છે. બીજી તરફ નિષ્ણાતોએ ત્રીજી લહેર વિશે પણ ચેતવણી આપી દીધી છે, જેના પછી તમામ લોકો એલર્ટ થઇ ગયા છે.

Top Stories World
તાઉતે વાવાઝોડું 48 લો બોલો!! હવે સિંગાપુરમાં મળ્યો નવો વેરિઅન્ટ, મોટી સંખ્યામાં બાળકો થઇ રહ્યા છે સંક્રમિત

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર કહેર વરસાવી રહી છે. બીજી તરફ નિષ્ણાતોએ ત્રીજી લહેર વિશે પણ ચેતવણી આપી દીધી છે, જેના પછી તમામ લોકો એલર્ટ થઇ ગયા છે. તાજેતરમાં જ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાનાં ‘સિંગાપોર સ્ટ્રેન’ અંગે એક નવો વિવાદ ઉભો કર્યો છે. સિંગાપોર સરકારે કેજરીવાલનાં નિવેદનને નકારી કાઠ્યુ છે. પરંતુ તે પણ સાચું છે કે સિંગાપોરમાં મોટી સંખ્યામાં બાળકો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે.

તાઉતે વાવાઝોડું 49 લો બોલો!! હવે સિંગાપુરમાં મળ્યો નવો વેરિઅન્ટ, મોટી સંખ્યામાં બાળકો થઇ રહ્યા છે સંક્રમિત

રાજકારણ / ધ્યાન ભટકાઓ, જુઠ ફેલાવો અને ઘોંઘાટ કરી તથ્ય છુપાવોઃ રાહુલ ગાંધી

બાળકોને નવા મ્યુટન્ટથી કેટલું જોખમ છે તે અંગે, વરિષ્ઠ ચિકિત્સક ડો.એમ.વાલીએ કહ્યું કે, સિંગાપોરે તેને 617 સ્ટ્રેન તરીકે વર્ણવ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે વાયરસ મ્યુટન્ટ્સ કરે છે, ત્યારે બે વસ્તુઓ હોઈ શકે છે. તેઓ કાં તો વધુ જોખમી અથવા ઓછા જોખમી હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ સ્ટેન ફેરવાયો છે અને તે પહેલા કરતા વધુ સંક્રામક થઈ ગયો છે. ડોક્ટરે કહ્યું કે, બાળકોમાં લક્ષણોને ઓળખવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી, આ વાયરસ બાળકો માટે ખૂબ જોખમી છે. તેમણે કહ્યું કે, બાળકોને આ મ્યુટન્ટમાં ચક્કર આવે છે. વાયરસ તેમના ફેંફસાને સંક્રમિત કરી શકે છે. તેથી ખૂબ કાળજી રાખો. બાળકોને માસ્ક પહેરાવીને રાખો. તેમણે કહ્યું કે માસ્ક ખૂબ મહત્વપૂર્ણ છે. બાળકો આ મ્યુટન્ટમાં પુખ્ત વયનાં લોકોને સંક્રમિત કરી શકે છે.

તાઉતે વાવાઝોડું 50 લો બોલો!! હવે સિંગાપુરમાં મળ્યો નવો વેરિઅન્ટ, મોટી સંખ્યામાં બાળકો થઇ રહ્યા છે સંક્રમિત

Miss Universe 2020 / મ્યાનમારની સ્પર્ધકે Miss Universe Contest માં કર્યુ એવુ કે સમગ્ર વિશ્વનું ધ્યાન ગયુ તેના પર

એએફપીનાં રિપોર્ટ અનુસાર સિંગાપોરમાં નવા વેરિએન્ટથી સંક્રમણનાં 38 નવા કેસ મળી આવ્યા છે. આ આંકડો છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ છે. ટ્યુશન સેન્ટરનાં ઘણા બાળકો સંક્રમણનાં આ 38 કેસોમાં સામેલ છે. આરોગ્ય પ્રધાન ઓન્ગ યે કુંગે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે એવું લાગે છે કે કોરોના વાયરસ બી.1.617 નો નવો સ્ટેન બાળકોને વધુ બીમાર બનાવી રહ્યો છે. કોરોના વાયરસનો નવો સ્ટેન બી.1.617 પહેલીવાર ભારતમાં મળ્યો છે. વળી સિંગાપોરનાં શિક્ષણ પ્રધાન ચાન ચુન સિંગે કહ્યું હતું કે, ‘નવા પ્રકારનાં વાયરસ વધુ સંક્રમિત કરી શકે છે અને લાગે છે કે તેઓ બાળકોને પોતાની ઝપટમા વધારે લઈ રહ્યા છે. આ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. જોકે, શિક્ષણ પ્રધાને કહ્યું કે, નવા વાયરસથી સંક્રમિત કોઈપણ બાળક ગંભીર રીતે બીમાર નથી. ચાને તેની એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “અમે 12 વર્ષથી નીચેના બાળકોને રસી લાગાવવાની યોજના પર કામ કરી રહ્યા છીએ.”

kalmukho str 15 લો બોલો!! હવે સિંગાપુરમાં મળ્યો નવો વેરિઅન્ટ, મોટી સંખ્યામાં બાળકો થઇ રહ્યા છે સંક્રમિત