Politics/ કેન્દ્ર સરકારે ‘Pegasus Spyware’ વિવાદનેે ગણાવ્યો નિરાધાર

ઇઝરાઇલની કંપની દ્વારા વિકસિત Pegasus Spyware દ્વારા દેશનાં પત્રકારો અને અન્ય વિશિષ્ટ લોકોની જાસૂસીનાં મીડિયા અહેવાલોનું ભારત સરકારે સખ્તાઇથી ખંડન કર્યુ છે.

Top Stories India
11 382 કેન્દ્ર સરકારે 'Pegasus Spyware' વિવાદનેે ગણાવ્યો નિરાધાર

ઇઝરાઇલની કંપની દ્વારા વિકસિત Pegasus Spyware દ્વારા દેશનાં પત્રકારો અને અન્ય વિશિષ્ટ લોકોની જાસૂસીનાં મીડિયા અહેવાલોનું ભારત સરકારે સખ્તાઇથી ખંડન કર્યુ છે. Pegasus સોફ્ટવેરનો ઉપયોગ કરી ભારતીય પત્રકારોનાં ફોન નંબર્સ એક અજાણી એજન્સીની હેકિંગ સૂચિમાં હતા, આ અહેવાલને લઈને હોબાળા વચ્ચેે કેન્દ્રનું કહેવું છે કે, કોઈ પણ અનધિકૃત ઇન્ટરસેપ્શન થયુ નથી.’

11 383 કેન્દ્ર સરકારે 'Pegasus Spyware' વિવાદનેે ગણાવ્યો નિરાધાર

રાજકારણ / દેશની સરકારને જીગ્નેશ મેવાણીએ ગણાવી ગદ્દાર, જાણો શું છે કારણ?

મીડિયાનાં સવાલોનાં જવાબમાં, સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કહ્યું કે, ભારત એક મજબૂત લોકશાહી છે જે તેના તમામ નાગરિકોનાં મૂળભૂત અધિકાર તરીકે ગોપનીયતાના અધિકારની ખાતરી કરવા કટિબદ્ધ છે. ભારત સરકારે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું હતું કે, તે ભારતીય લોકશાહીની છબીને દૂષિત કરવાનો પ્રયાસ છે. Pegasus સોફ્ટવેરથી જાસૂસી કરવાના સમાચારો અંગે ઉઠેલા પ્રશ્નો પર રવિવારે રાત્રે માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં અધિક સચિવ ડો.રાજેન્દ્રકુમારે કેન્દ્ર સરકારનો પક્ષ રાખ્યો છે. મીડિયા સવાલોનાં જવાબમાં તેમણે કહ્યું કે, દેશમાં અવરોધ માટે પહેલેથી જ એક કડક પ્રોટોકોલ સ્થાપિત છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારની એજન્સીઓ માત્ર રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોમાં સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેની દેખરેખનું ઉચ્ચ સ્તર છે. દેશનાં માહિતી અને તકનીકી મંત્રી સંસદમાં પહેલેથી જ બોલી ચૂક્યા છે કે દેશમાં ગેરકાયદેસર દેખરેખ રાખવાની કોઈ ઘટના બની નથી. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, અમુક વિશેષ લોકોની ગવર્નમેન્ટ સર્વિલાંસની વાતનો કોઈ આધાર નથી. ભૂતકાળમાં પેગાસુસથી વોટ્સએપ હેક કરવા અંગેનાં આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં કોઈ સત્ય નથી. ભારતીય લોકશાહીની છબીને દૂષિત કરવા માટે સમાચારો ઘડવામાં આવી રહ્યા છે.

11 384 કેન્દ્ર સરકારે 'Pegasus Spyware' વિવાદનેે ગણાવ્યો નિરાધાર

દિલ્હી / સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે,અમુક મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરી લેવાની પૂરી તૈયારીમાં

કેન્દ્ર સરકારે કહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા માટેની નિર્ધારિત કાર્યવાહી હેઠળ એજન્સીઓ દ્વારા સર્વેલન્સ કરવામાં આવે છે. આ કાર્યવાહી ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 5 (2) અને આઇટી (અમેડમેેન્ટ) અધિનિયમ 2000 ની કલમ 69 હેઠળ લેવામાં આવી છે. કેન્દ્રમાં ગૃહ સચિવ અને રાજ્યોનાં અન્ય સક્ષમ અધિકારીઓ દ્વારા આવી બાબતોની દેખરેખ રાખવામાં આવે છે. આઇટી નિયમો 2009 હેઠળ મોનિટરિંગ કરવામાં આવે છે. કેન્દ્રએ કહ્યું છે કે, ભારત લોકોની ગુપ્તતાનાં અધિકારની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તેથી, પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019 અને આઇટી નિયમો 2021 નાં ​​આધારે તૈયાર કરીને સોશિયલ મીડિયા યુઝર્સની ગુપ્તતાને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.