Rajasthan/ સીએમ અશોક ગેહલોતના પુત્રને EDએ પાઠવ્યું સમન્સ

ED રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહ ડોટાસરા સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 26T120725.598 સીએમ અશોક ગેહલોતના પુત્રને EDએ પાઠવ્યું સમન્સ

ED રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહ ડોટાસરા સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલા સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પડવાની પણ માહિતી મળી રહી છે. EDના આ દરોડા જયપુર, દૌસા અને સીકરમાં ચાલી રહ્યા છે.

અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દરોડો રાજસ્થાન પરીક્ષા પેપર લીક કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં છે. EDને આ નેતાઓ વિરુદ્ધ પેપર લીક કેસ, મની લોન્ડરિંગ અને હવાલા દ્વારા મની ટ્રાન્સફરના કેસ અંગે ગુપ્ત ફરિયાદો મળી છે. RPAC સભ્ય બાબુલાલ કટારાની તાજેતરની પૂછપરછ અને કેટલાક કોચિંગ ઓપરેટરોની EDને ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ સામે સમન્સ જારી કર્યું છે. આ સમન્સ તેમને ફોરેન એક્સચેન્જ એક્ટ, 1999ની કલમ 37(1) અને (3) હેઠળ જારી કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ગેહલોતે ‘X’ પર એક પોસ્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સની માહિતી આપી છે. આ જ પોસ્ટમાં તેમણે ED દ્વારા લેવામાં આવેલી શ્રેણીબદ્ધ કાર્યવાહીને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર પણ નિશાન સાધ્યું છે. કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા તેમણે લખ્યું કે, ‘ભાજપ નથી ઈચ્છતી કે રાજસ્થાનમાં મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને કોંગ્રેસ દ્વારા આપવામાં આવતી ગેરંટીનો લાભ મળવો જોઈએ.’


whatsapp ad White Font big size 2 4 સીએમ અશોક ગેહલોતના પુત્રને EDએ પાઠવ્યું સમન્સ


આ પણ વાંચો: Karnataka/ ટાટા સુમો હાઈવે પર ઉભેલા ટેન્કરને જોરદાર ટક્કર મારી, 12ના ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો: US Dream/ અમેરિકા આગામી વર્ષથી EB-2 અને EB-3 વિઝામાં નવી અરજી બંધ કરશે

આ પણ વાંચો: Rajasthan/ જમીનના નાના ટુકડા માટે ભાઈએ મોટા ભાઈ ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું, જુઓ VIDEO